GujaratNorth Gujarat

બનાસકાંઠામાં થયો અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે થયો ભયાનક અકસ્માત, પાંચના મોત

બનાસકાંઠા અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આજના સવારના થયેલા ભયંકર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માતમાં મુત્યુ થયેલા પાંચ લોકોમાંથી બે બાળકો હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠામાં થરાદ-ધાનેરા હાઇવે પર પાવડાસણ પાટિયા નજીક આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

જ્યારે અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલ અથડામણમાં પાંચ લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 3 પુરુષોની સાથે 2 બાળકોનો સમાવેશ થાય છે. તેની અન્ય ત્રણ ઈજાગ્રસ્ત લોકોને ધાનેરાની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહોને પી એમ અર્થે ધાનેરાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમાં ખેડાનો એક પરિવાર ભાખડીયાલ તરફ જઈ રહ્યો હતો. જયારે મૃતકોની વાત કરવામાં આવે તો આજે 4 મૃતકો ભાખડીયાલના અને 1 મૃતક જડિયાલીનો રહેનાર હતા. મૃતકોના નામની વાત કરીએ તો જેમાં ગેમરાજી જુમાજી, ટીપુંબેન ભમરજી, શૈલેષભાઇ ભમરાજી, રમેશભાઈ બળવંતજી, અશોકભાઈ ઠાકોર જડિયાળીના નામનો સમાવેશ થાય છે.