ગુજરાતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વિરોધ: વિરોધીઓ ને કીર્તિએ આપ્યો જડબાતોડ જવાબ
હાલ દેશભરમાં ટીકટોક ખુબ જ પ્રચલિત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ છે જેમાં લોકો અવનવા વિડીયો મૂકીને મનોરંજન પૂરું પાડતા હોય છે.દેશભરમાં અનેક ટીકટોક સ્ટાર ફેમસ છે જેમાં ગુજરાતના પણ અનેક સ્ટાર સામેલ છે. ગુજરાતમાં હાલ ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલના વિડીયો ખુબ જ પ્રચલિત છે. કીર્તિ પટેલની પ્રસિદ્ધિ ને જોતા અનેક લોકો તેનો વારંવાર વિરોધ કરતા હોય છે.
કીર્તિ પટેલને તેના ચાહકો દ્વારા ગુજરાતની સિંહણ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ મુદ્દાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા કિર્તી પટેલે ઘોડા પર બેસીને વિડીયો બનાવ્યો હતો.એ વીડિયોમાં કીર્તિએ કહ્યું હતું કે, છે કોઈ મરદનો દીકરો કે હું ઘોડા પર બેસીને આવું અને તે હાથી પર બેસીને આવે. છે કોઈ મારા લાયક છોકરો? કીર્તિએ આ વાત મજાકમાં કરી હોય તે સ્પષ્ટ હતું અને તે હંમેશા રમુજી વિડીયો જ બનાવે છે.
જો કે આ વિડીયો બાદ રાજા રજવાડાઓ પર કમેન્ટને કારણે અમુક વર્ગ દ્વારા કીર્તિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.કીર્તિના વિરોધમાં અનેક લોકો ટીકટોક પર વિડીયો અપલોડ કરી રહ્યા છે અને તેઓ કીર્તિ પટેલને બેફામ ગાળો પણ ભાંડી રહયા છે. જો કે આ બધા વિરોધીઓ ને આડેહાથ લઈ કીર્તિ એકલી જ બધાને જડબાતોડ જવાબ આપી રહી છે.
કીર્તિએ ઘણીવાર સ્પષ્ટ પણ કર્યું હતું કે મારા વિડીયો કોઈ જાતિને ઠેસ પહોંચાડવા માટે નથી પણ ફક્ત મનોરંજન માટે છે. ઘણી મહિલાઓ જે કીર્તિનો બેફામ વિરોધ કરતી હતી તેને પણ કીર્તિએ જવાબ આપ્યો છે. મોડાસામાં બનેલી હત્યાના બનાવ મામલે કીર્તિ એ કહ્યું કે મારો વિરોધ કરતી મહિલાઓ મોડાસાની ઘટના મામલે કેમ ચૂપ છે?
કોણ છે કીર્તિ પટેલ?
કીર્તિ પટેલ મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી છે અને ટીકટોક તેમજ યૂટ્યૂબ વિડીયો ક્રિએટર છે.યુટુબમાં જાણીતા કોમેડિયન જીગલી-ખજૂર સાથે પણ કીર્તિ કામ કરી ચુકી છે. ગુજરાતમાં કદાચ કોઈ યુવાન નહીં હોય જે કીર્તિએ ઓળખતો નહીં હોય. આટલી નાની ઉંમરમાં જ કીર્તિ પટેલના ટીકટોકમાં 20 લાખ ફોલોઅર્સ છે અને 4 કરોડથી પણ વધુ વખત તેના વિડીયો લાઈક થઇ ચુક્યા છે. ઇન્સ્ટાગ્રામમાં પણ તે ઘણીં એક્ટિવ રહે છે.