ધંધુકા: કિશન ભરવાડ હત્યા કેસમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો…
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યાના કેસમાં સતત અવનવી જાણકારી સામે આવી રહી છે. એવામાં આ કેસના મામલામાં દિલ્હીથી કમરગની ઉસ્માની નામના મૌલાનાની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેને આજે અમદાવાદમાં લાવવામાં આવ્યો છે અને હવે તેના આવ્યા બાદ જ આ મામલામાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફેસબુકમાં વાંધાજનક પોસ્ટ બાબતમાં નારાજ થઈ આરોપી શબ્બીર ચોપડા દ્વારા કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં શબ્બીર ચોપડાને આ હત્યા માટે રિવોલ્વરની વ્યવસ્થા અમદાવાદના મૌલવી દ્વારા કરવામાં આવી હતી. આ વાતની જાણકારી શબ્બીર ચોપડા દ્વારા આપવામાં આવી છે.
તેની સાથે એ પણ જાણકારી સામે આવી છે હત્યા દરમિયાન જે યુવક બાઈક ચલાવી રહ્યો હતો તે ઈમ્તિયાઝ પઠાણ નામનો ઈસમ હતો. ઈમ્તિયાઝને રિવોલ્વર જમાલપુરના મૌલાના ઐયુબ જાવરવાલાથી પ્રાપ્ત થઈ હતી. મોલાના ઐયુબ જાવરવાલા આસિફ સમાં નામના ઈસમ પાસેથી હત્યા માટે આ રિવોલ્વર લેવામાં આવી હતી. જ્યારે મૌલાના કમરગની ઉસ્માનીની વાત કરીએ તો શબ્બીર સોશિયલ મીડિયા દ્વારા તેમના સંપર્કમાં રહેલો હતો.
જ્યારે આજે બીજી જાણકારી પણ સામે આવી છે કે, આ અગાઉ પણ સાજન ઓડેદરા નામના યુવક પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેની સાથે એટીએસ ટીમના એસપીએ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, હજી અનેક મૌલાનાઓની આ કેસમાં નામ સામે આવી શકે છે. હાલ બાબતમાં તપાસ કરવામાં આવી રહી છે. જેમ-જેમ નામ સામે આવશે તેમ સ્થાનિક પોલીસને સાથે રાખી તે લોકોની ધરપકડ કરવામાં આવશે. જ્યારે આ ગુજરાતમાં નહીં પરંતુ આંતરરાજ્ય ષડ્યંત્ર રહેલું હોઈ શકે છે. એવામાં અલગ-અલગ રાજ્યમાંના અનેક યુવાનોના બ્રેઈનવોશ કરીને અનેક યુવાનોની હત્યા કરવાનું ષડ્યંત્ર હોવાનું સામે આવ્યું છે.
જ્યારે આ કેસમાં અત્યાર સુધી શબ્બીર, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને સતત આ કેસમાં ગુજરાત પોલીસ દ્વારા સખ્ત કામગીરી કરવામાં આવી રહી છે.મૌલાના કમર ગનીની વાત કરવામાં આવે તો તેની ધરપકડ યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં કરવામાં આવેલ છે. જ્યારે આ કેસમાં પાકિસ્તાનના 3 થી 4 સંગઠનના પણ નામ સામે આવ્યા છે. મૌલવીની ધરપકડ બાદ હવે ખબર પડી જશે હત્યાનો પ્લાન ક્યાંથી ઘડવામાં આવ્યો હતો.
મૌલવી કમરગની ઉસ્માનીની વાત કરવામાં આવે તો તે કમરગની તહેરીક-એ-ફરોગ-ઇસ્લામી નામનું સંગઠનના સ્થાપક રહેલા છે. જ્યારે ત્રિપુરામાં નવેમ્બરમાં થયેલા રમખાણોમાં પણ આ મૌલાનાનું નામ સામે આવ્યું હતું જેના લીધે તેને 21 દિવસ જેલમા રહેવાનો વારો પણ આવ્યો હતો. આ મૌલાના પોતાના ભડકાવ ભાષણ માટે જાણીતો છે. તે ધર્મના નામે યુવાનોને ઉશ્કેરવાનું કામ કરે છે. જ્યારે હજુ પણ આ તપાસમાં અનેક લોકોના નામ સામે આવી શકે છે. એ બાબતમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.