થોડાં દિવસો પહેલા અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા (Kishan Bharwad Murder Case) કરી દેવામાં આવી હતી, જેને લઈને થોડા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સોશ્યિલ મીડિયા પર પણ તેના ન્યાય માટે માંગણીઓ કરવામાં આવી રહી છે જેને લઇને રાજ્યના વિવિધ સંગઠનો પણ આ વિરોધમાં જોડાય રહ્યા છે અને આ અંગે ન્યાયની માંગણી કરી રહ્યા છે. જો કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, જે તપાસમાં કોઈને કોઈ પુરાવાઓ સામે આવી રહ્યા છે. કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharwad Murder Case)માં દરરોજ નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. ત્યારે આજે આ મામલે વધુ સમાચાર સામે આવ્યા છે.
કિશન ભરવાડ હત્યા કેસ મામલે એટીએસ (ATS) દ્વારા હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. જે આજે રાજકોટ શહેરના બે શખ્સની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જો કે આ બંને આરોપી શખ્સોને રાજકોટ સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તે બંને ને ATS ને સોંપવામાં આવ્યા છે.
જો કે આ કિશન ભરવાડ હત્યા કેસમાં સૌથી પહેલા હથિયાર મામલે રાજકોટના અઝીમ સમાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ સ્પેશયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભાવનગરનાં ઢસા ખાતેથી રમીઝ સેતાની ધરપકડ કરી લેવામાં આવી હતી જે અઝીમ સમાને હથિયાર આપતો હતો. અને ત્યારબાદ તેને પણ ATS ને સોંપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ATS એ રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં હાજર પણ કર્યો હતો. આ અઝીમ સમા પાર આરોપ લગાવવામાં આવ્યા છે કે, તેને તેનું હથિયાર અમદાવાદના મૌલવીને આપ્યું હતું. અને આ જ હથિયાર મૌલવીએ શબ્બીર નામના શખ્સને આપ્યું હતું.
ATS દ્વારા રમીઝ સેતાના ઘરે તપાસ કરવામાં આવતા ત્યાંથી કંઇક શંકાસ્પદ મળી આવ્યું છે જેને લઈને ATS દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યારે હવે આગામી દિવસોમાં ATS માટે અતિ મહત્ત્વનું બની જશે કે આ રમીઝ કોની પાસેથી હથિયાર લાવ્યો હતો. અને તે આ હથિયાર ના ગેરકાયદેસર સાથે જોડાયેલો છે કે નહિ.