વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યાંરે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. એવામાં મૃતક બાળકી સકીના નો અંતિમ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
તમને જણાવી દઈએ કે, મૃતક મૃતક સકીના તેના મિત્ર સાથેના અંતિમ વીડિયોમાં બોલતા સંભળાઇ રહી છે કે આજ તો મજા આને વાલી હૈ. પરંતુ તેને શું ખબર હતી કે, આ વિડીયો તેનો અંતિમ વિડીયો બની જશે.
નોંધનીય છે કે, પાણીગેટ વિસ્તારમાં આવેલ મેમણ કોલોનીમાં રહેનાર સકીનાનું આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. તે બંને બહેનો આ પિકનિકમાં સાથે રહેલી હતી. જેમાં સકીનાનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે તેની ઇજાગ્રસ્ત બહેન સોફિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ છે. આ ઘટના બાદ પીડિત પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોક નું મોજું ફરી વળ્યું છે.
સકીનાના પિતા દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, સવારનાં 7.30 વાગ્યે તે પિકનિકમાં ગયેલી હતી. સાંજનાં ઘટના બની ત્યારબાદ મને તો મૃતદેહ જ હોસ્પિટલમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટના માટે શાળા જ જવાબદાર રહેલ છે. અમને સરકાર પર ભરોસો છે કે અમને જરૂર ન્યાય મળશે. હું રિક્ષા ચલાવું છું અને ભાડાના મકાનમાં રહું છું પરંતુ ખૂબ મહેનત કરીને દીકરીઓને પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરાવું છું. મૃતક સકીના સિનિયર કેજીથી જ તે શાળામાં અભ્યાસ કરતી હતી. તે બહુ જ મહેનતુ અને ભણવામાં હોશિયાર રહેલી હતી. સકીના તો જતી રહી પરંતુ તંત્ર ધ્યાન રાખે કે બીજા કોઇ બાળક સાથે આવી ઘટના નાં સર્જાઇ.