Gujarat

નર્મદા: ધોરણ-11મા ભણતી કિશોરી સ્કૂલમાં જવાના બદલે માસીના ઘરે જઈને જણાવી તેની આપવિતી, જાણીને પરિવાર ચોકી ઉઠયું…

આપણા દેશમાં નારીને ઘણું માન સન્માન આપવામાં આવે છે જયારે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં નારી પર એવો ત્રાસ આપવામાં આવે છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા, જે હવે આ કળિયુગના સમયમાં કોઈ પણ સુરક્ષિત જણાઈ રહ્યું નથી. જે દેશમાં હત્યા, લૂંટફાટ, અત્યાચાર ગેંગરેપ અને મહિલાઓ સાથે છેતરપિંડીના કેસો સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં દિવસે ને દિવસે દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

જે આપણે વિચારી પણ નથી શકતા કે મહિલાઓ સાથે ગમે ત્યારે ગમે તે બનાવ બની શકે છે જેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે ત્યારે આવા બનાવોમાં કોરોના મહામારી બાદ વધી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે દેશમાં નાની બાળકીઓથી લઈને મોટી યુવતીઓ પણ સુરક્ષિત નથી, જેના અવારનવાર કેસો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક મામલો સામે આવ્યો છે. આ બનાવ નર્મદાના દેડિયાપાડામાંથી સામે આવ્યો છે.

દેડિયાપાડા પંથકની એક ધોરણ 11 માં અભ્યાસ કરતી નાની કિશોરી સાથે ગેંગરેપ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. જો કે, આ કિશોરી પર ગેંગરેપ કરનાર 6 કિશોરો હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા દેડિયાપાડા પોલીસે આ તમામ આરોપી કિશોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

જો કે આ ઘટનામાં આ ધોરણ 11 માં અભ્યાસ કરતી નાની કિશોરી સ્કૂલમાં જવાના બદલે દેડિયાપાડા એસ ટી ડેપો ખાતે આવી હતી. અને આ દરમિયાન તેની પાસે ત્રણ સગીર યુવક આવ્યા હતા અને તેને ફોસલાવીને સ્કૂલની પાછળ આવેલા પીડબલ્યુડીનાં જુના ક્વાટરમાં લઇ ગયાં હતાં. અને અહીં આ કિશોરોએ તેના પર દુષ્કર્મ આચયું હતું. જો કે ઘટના બાદ કિશોરી ગભરાઈ ગઈ હતી જેના કારણે તે તેના ઘરે જવાને બદલે સીધી તેની માસીનાં ઘરે જતી રહી હતી. ત્યારે માસીના ઘરે તેને ગભરાઈ સ્થિતિમાં જોતા તેને શું થયું હોવાનું પૂછતાં તેને આ સમગ્ર ઘટના વિશે જણાવી દીધું હતું.

કિશોરીએ તેના મિત્ર અને અન્ય બે શખ્સોએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ તેના માતા પિતાને જાણવતા આ મામલે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કિશોરીનું મેડિકલ ટેસ્ટ કરાવવા સહિત આ આરોપી કિશોરોનું પણ સરકારી હોસ્પિટલમાં તબીબી ટેસ્ટ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ રિપોર્ટના આધારે પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.