CrimeIndia

ગર્ભવતી મહિલાને અચાનક પેટમાં દુઃખાવો ઉપાડતા દિયર સાથે કારમાં હોસ્પિટલ જતા રસ્તામાં અપહરણ કરીને લઇ ગયા જંગલમાં, બાદમાં કર્યું…

દેશમાં કોરોના બાદ અપહરણ લૂંટફાટ અને યુવતીઓ પરના દુષ્કર્મના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. જેના અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેન જાણીને તમારા પગ નીચેથી ધરતી ખસકી જશે. વલસાડના ભીલાડ ગામ નજીક આવેલા સરીગામ ખાતે એક મહિલાને ગર્ભવતી દરમિયાન અચાનક તેના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યારે આ દુઃખાવો ઉપડતા ત્યાં હાજર તેનો દિયોર અને તેનો મિત્ર કારમાં સરીગામની ચિત્રકૂટ હોસ્પિટલ લઈ જઇ રહ્યા હતા. પરંતુ આ દરમિયાન રસ્તામાં એવી ઘટના બની કે જેના વિશે તેમને વિચાર્યું પણ નહતું.

ગર્ભવતી મહિલાનું અપહરણ થયું હતું અને તેને અપહરણ કરીને નજીકના જંગલમાં લઇ ગયા. જો કે, આ મહિલાને હોસ્પિટલ લઇ જઈ રહ્યા હતા ત્યારે આ દરમિયાન કેડીબી હાઈસ્કૂલ પાસે ત્રણ ઈસમોએ બાઇકને કારની આડે ઉભી કરીને કારને રોકી દીધી હતી. અને કારમાં બેઠેલ દિયર અને મિત્રને માર મારીને તેમના મોબાઇલ લૂંટી લીધા હતા અને આ ગર્ભવતી મહિલાનું અપહરણ કરીને તેને નજીકના જંગલમાં લઇ ગયા.

આ ઉપરાંત મહિલાનાં દિયરને ઈસમોએ તેમને સ્કૂટર પર અપહરણ કરી દૂર લઇ જઈને માર માર્યો હતો. જો કે આ દરમિયાન મહિલાનો દિયર અંધારાનો લાભ લઈ ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો. જો કે આ અપહરણની જાણ પોલીસે ન કરવામાં આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી, જેમાં ભીલાડ પોલીસની ટીમ એસઓજી અને એલસીબીની ટીમ કામે લાગી હતી. ત્યારે પોલીસને આ ઈસમોને પકડવામાં સફળતા મળી હતી.

જે પોલીસે આ ત્રણે ઈસમોની ધરપકડ કરી લીધી છે. દુષ્કર્મ અંગે હાલ કશું કહી શકાય એમ નથી. જે મહિલા સાથે સામુહિક અઘટિત ઘટના બની કે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. ત્યારે ભીલાડ પોલીસે આઇપીસી 354,394,365,34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.