CrimeGujarat

ગુજરાતના ખરાબ દિવસો? મહીસાગરમાં પરીક્ષા આપી ઘરે જઇ રહેલી વિદ્યાર્થિનીને બાઇક પર બેસાડી જંગલમાં લઇ ગયા અને પછી…

દેશમાં યુવતીઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે માહિસાગરના સંતરામપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, 12માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યા બાદ યુવાને તેણીને માર મારવાની ઘટના સામે મહીસાગરના સંતરામપુરમાં સામે આવતા હાલ ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થિનીના પરિવારે આ મામલે જાણ થતાં જ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર પોલીસ સ્ટેશનની હદમાં ધોરણ 12માં ભણતી એક વિદ્યાર્થિની પેપર આપીને શાળાએથી પરત તેના ઘરે જઇ રહી હતી. ત્યારે સાંજના આશરે છ વાગ્યાના આસપાસ સુમારે ગામના દિપક ઉર્ફે દાજી ભલાભાઇ પગી નામનો આ નરાધમ બાઈક લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. અને આ વિદ્યાર્થિનીને બાઈક પર ઘરે મુકી જવાનું કહીને તેણીને ફોસલાવીને જંગલમાં લઇ ગયો હતો અને ત્યાં આ નરાધમે આ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ વિદ્યાર્થિનીને આ નરાધમે ધમકી આપી હતી કે, જો તું કોઈને પણ આ વાત કહીશ તો તને મારી નાખીશ. તેમજ આરોપી દિપકે ઉશ્કેરાઈ જતા વિદ્યાર્થિનીને જાણે મારી નાખવાનો ઇરાદો હોય તેમ તેણીનું ગળુ દબાવીને તેને નીચે પાડી દીધી હતી. અને તેના ઉપર ચડીને બેસી ગયો હતો.અને વિદ્યાર્થિનીને આખા શરીરે પથ્થર મારતા તેણીના માથા સહિત શરીરના અન્ય ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને વિદ્યાર્થિનીને જંગલમાં લોહીલુહાણ કરીને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

તમને જણાવી દઈએ કે વિદ્યાર્થિની હેમખેમ રીતે જંગલની બહાર રોડ પર આવીને લોકોને તેની સાથે બનેલ સમગ્ર ઘટના જણાવી હતી. અને ત્યારબાદ તે લોકોએ તેણીના માતા-પિતાને આ ઘટના અંગે જાણ કરી હતી. જેથી વિદ્યાર્થીનીના માતા-પિતા તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ બાબતે સંતરામપુર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થિનીને લુણાવાડા ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.