Gujarat

ગાંધીના ગુજરાતમાં લગ્નપ્રસંગમાં દારૂનો થયો વરસાદ અને પછી….

ગાંધીજીના નામે ગુજરાતમાં દારૂબંધી તો થઈ ગઈ પરંતુ આજે પણ ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળતી રહે છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થયો છે. કોઈ પણ વ્યક્તિ આ વીડિયોને વિદેશ અથવા તો કોઈ બીચ પર હોવાનું માની લેશે. પરંતુ આ વાયરલ થયેલ આ વીડિયો ગુજરાતનો જ છે. ગીર સોમનાથ જિલ્લામાં યુવાનોએ વરઘોડામાં દારૂનો રીતસરનો વરસાદ કર્યો હતો. આ વીડિયો કઇ જગ્યાનો છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયો ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લામાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં કેટલાક યુવાનોએ દારૂની રેલમછેલ કરીને રીતસરનો દારૂનો વરસાદ કર્યો હતો. ગુજરાતમાં તો દારૂ એ ગેરકાયદેસર છે. ત્યાર અહીં તો આ યુવાનો ખુલ્લેઆમ દારૂની રેલમછેલ કરી રહ્યા છે. એક તરફ વરઘોડામાં લોકો ડાન્સ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક યુવાનો દારૂનો વરસાદ કરીને મ આનંદ ઉઠાવી રહ્યા છે. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી કરવામાં આવેલ છે. પરંતુ સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વીડિયોને જોઈને એમ લાગી રહ્યું છે કે ગુજરાતમાં તો ક્યાંય દારૂબંધી જેવું છે જ નહીં. વરઘોડામાં એક ગુજરાતી ગીત પર કેટલાક લોકો નાચી રહ્યા છે. જ્યારે કેટલાક યુવાનો દારૂનો એક બીજા વરસાદ કરી રહ્યા છે. આ વીડિયોને જોઈને સ્પષ્ટ લાગી રહ્યુ છે, કે આ લોકોને દારૂબંધીનાં કાયદાનો કોઇ ડર રહ્યો જ નથી.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં દારૂનો વરસાદ કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ મુદ્દે મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વિજય કાંતિભાઈ સોલંકી તેમજ રાણા દિલીપ સોલંકી નામના બે વ્યક્તિઓની શંકમદ તરીકે અટકાયત કરી છે. અને આ બંને વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તેને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી જાણવા મળી નથી.