દીકરાએ માતાને ઠંડીથી બચાવવા કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર બધા કરી રહ્યા છે વખાણ
માતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કરણ છે કે બાળક માતાની પૂજા કરતાં પણ જોવા મળે છે. આપણે બધાએ શ્રવણ કુમારની વાર્તા તો જાણી અને સાંભળી જ હશે. કેવીરીતે તેમણે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડી ખભે ઊચકીને તીર્થ યાત્રા કરવી હતી. હાલના સમયની વાત કરીએ તો શ્રવણ જેવો દીકરો મળવો બહુ મુશ્કેલ છે. પણ અમુક લોકો હોય છે એવા કે જે પોતાના માતા પિતાની પૂજા ભગવાનની જેમ કરતાં હોય છે.
ઘણી વાર એવું જોવા મળે છે કે જ્યારે દીકરો પોતાના માતા-પિતાની સેવા કરે છે ત્યારે બધા તેમના વખાણ કરે છે. પુત્રના સારા આચરણથી માતા-પિતાના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ પુત્રના વખાણ કરી રહ્યા છે.
વાસ્તવમાં, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં પુત્રએ તેની માતા પ્રત્યે એટલો પ્રેમ દર્શાવ્યો કે દરેક તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીકરો તેની માતાની કેટલી કાળજી લે છે અને તે સ્પષ્ટપણે તેની માતાની કાળજી લેતો જોવા મળે છે. ભલે આ પુત્રએ કોઈ મોટું કામ કર્યું નથી પરંતુ તેણે જે કર્યું છે તે જોઈને બધા ભાવુક થઈ ગયા છે. આ ક્યૂટ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પુત્રના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ વિડીયોએ બધાના દિલ જીતી લીધા છે.
સોશિયલ મીડિયા પર જે વિડીયો વાઇરલ થઈ રહ્યો છે તેને IPS અધિકારી દીપાંશુ કાબરા એ શેર કર્યો છે, તે વિડીયોને જે પણ જુએ છે એ બધા આ વિડીયોમાં દેખાઈ રહેલ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે. IPS અધિકારીના દીલને આ વિડીયોએ બહુ અસર કરી છે. તેઓ આ વિડીયોને શેર કરવાથી પોતાની જાતને રોકી શકતા નથી. તેમણે વિડીયોને પોતાના ટ્વિટર પર શેર કરી છે. વિડીયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘દીકરો હોય તો આવો, ખુશી થાય છે એ જોઈને કે શ્રવણ કુમાર જેવા દીકરા આજે પણ છે. કાશ દરેક ઘરમાં આવા દીકરા હોય જેથી સમાજને ક્યારેય વૃધ્ધાશ્રમની જરૂર પડે નહીં.’
જે લોકો આ વીડિયો જોઈ રહ્યા છે તેઓ પુત્રના વખાણ કરતા થાકતા નથી. વીડિયોમાં એક પુત્ર તેની વૃદ્ધ માતા પ્રત્યે પ્રેમ અને આદર દર્શાવતો જોઈ શકાય છે. તેમની કાળજી લેવાની ચિંતા પુત્રના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. વીડિયોમાં જુઓ કે કેવી રીતે એક દીકરો ઠંડીમાં તેની વૃદ્ધ માતાની સંભાળ લઈ રહ્યો છે. માતાને ઠંડીથી બચાવવા માટે પુત્ર કાનમાં દુપટ્ટો બાંધતો જોવા મળે છે. આ સુંદર વીડિયો જોયા બાદ લોકો પોતાની જાત પર કોમેન્ટ કરી રહ્યા છે.