AhmedabadGujarat

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી, ગુજરાતમાં આટલા દિવસ રહેશે વરસાદી માહોલ

રાજ્યમાં થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. તેમ છતા હવે વરસાદનું જોર વધવાનું છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી સાત દિવસમાં રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાનો છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

તેની સાથે રાજ્યમાં સિઝનનો હાલ સુધી 60 ટકા ઉપર વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ વરસી ચુક્યો છે. તેની સાથે દક્ષિણ યુપી તરફ સર્કક્યુલે બનતા વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ અગાઉ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન જોવા મળશે. જ્યારે બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન બનતા ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. તેની સાથે ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસવાની પણ આગાહી કરી છે.