MiG-21 crash : રાજસ્થાનના હનુમાનગઢમાં MiG-21 ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. આ અકસ્માત હનુમાનગઢના બહલોલ નગર ગામમાં થયો હતો. આ વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. પાયલોટ સુરક્ષિત છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.
આ મામલે એક સત્તાવાર નિવેદન પણ બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેનાનું એક મિગ-21 (MiG-21) વિમાન આજે સવારે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન સુરતગઢ નજીક ક્રેશ થયું હતું. પાઈલટને સામાન્ય ઈજા થઈ હતી અને તે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ
અગાઉ ઓક્ટોબર 2022માં ગોવાના કિનારે નિયમિત ફ્લાઇટ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. અહીં એક MiG 29K ફાઈટર પ્લેન ટેક્નિકલ ખામીના કારણે સમુદ્ર પર ક્રેશ થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. ભારતીય નૌકાદળે આ અંગે માહિતી આપી હતી. નૌકાદળે કહ્યું હતું કે આ ઘટનાના કારણની તપાસ કરવા માટે તપાસ બોર્ડ (BOI) ને આદેશ આપવામાં આવ્યો હતો.