Ajab GajabInternational

બ્રેસ્ટમિલ્ક વેચવાનો ધંધો કરે છે આ મહિલા, બોડી બિલ્ડર્સ પીવે છે અને થાય છે તાજા માજા

કહેવાય છે કે માતાનું દૂધ બહુ શક્તિશાળી હોય છે. તેમ ઘણા પોષકતત્વો હોય છે. એટલે બાળકનો ગ્રોથ માટે ડૉક્ટર શરૂઆતના 6 મહિનામાં તેને માતાનું દૂધ આપવું એવી સલાહ આપતા હોય છે. પણ શુ થાય જ્યારે આ દૂધ મોટા લોકો પીવા લાગે. જો કોઈ પીવા પણ ઈચ્છે તો તેને મળશે ક્યાંથી? આ સમસ્યાનું સમાધાન બ્રિટનની રહેવાસી એક મહિલાએ તેનું સોલ્યુશન શોધી લીધું છે.

મિલા ડેબ્રિટો તેનું દૂધ વેચે છે. જોકે તે આ દૂધ માત્ર બોડી બિલ્ડરોને જ વેચે છે. તમને આ સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ આ સાચું છે. મહિલાએ અત્યાર સુધીમાં તેનું કેટલાય લિટર દૂધ વેચ્યું છે. મહિલાએ પોતાનું દૂધ વેચવા પાછળનું તાર્કિક કારણ પણ આપ્યું છે.મહિલાનું કહેવું છે કે તેનું શરીર જરૂરિયાત કરતાં વધુ દૂધ બનાવે છે. તેથી તે તેને વેચીને કમાણી કરે છે. તે પોતાનું બ્રેસ્ટ મિલ્ક બોડી બિલ્ડરોને વેચીને લાખો રૂપિયા કમાય છે. સ્ત્રી પોતાનું દૂધ પાઉચમાં પેક કરે છે. તેમણે આ દૂધને લિક્વિડ ગોલ્ડ નામ આપ્યું છે.

દૂધ આપવા પહેલા મહિલાને ઘણા ટેસ્ટ પાર કરવા પડતાં હોય છે. આ દરમિયાન એ પણ નક્કી કરવામાં આવે છે કે મહિલા સીગરેટ કે દારૂ ના પીતી હોય. બધા ટેસ્ટમાં પાસ થયા પછી મહિલા પોતાનું દૂધ વેચે છે. દૂધ ખરીદવાવાળા બોડી બિલ્ડરોનું કહેવું છે કે આ દૂધથી માંસ-પેશિયોને બહુ લાભ થતો હોય છે.

મહિલાઓ તેમના આ અનોખા બિઝનેસને લઈને દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાના પોતાના બાળકો પણ છે. તે તેના પરિવાર સાથે સુખી જીવન જીવી રહી છે. તેના પરિવારને મહિલાનું દૂધ વેચવામાં કોઈ સમસ્યા નથી. મહિલા કહે છે કે મારા શરીરમાં જરૂરિયાત કરતાં વધુ દૂધ ઉત્પન્ન થાય છે. તેથી મેં વિચાર્યું કે શા માટે તેનો યોગ્ય ઉપયોગ ન કરવો.

મહિલા પોતાના દૂધને બહુ મોંઘી કિમતે વેચતી હોય છે. તેમ 29.5 એમએલ દૂધનો ભાવ 100 રૂપિયાથી પણ વધુ હોય છે. મહિલા અત્યાર સુધી ઘણા લિટર દૂધ વેચી ચૂકી છે. તે આ વેપારથી લાખો રૂપિયાની કમાણી કરી છે. દરરોજ નવા નવા બોડી બિલ્ડર્સ મહિલા પાસે તેનું દૂધ ખરીદવા માટે સંપર્ક કરે છે.