ભાજપના જ ધારાસભ્યે ગૃહમંત્રીને પત્ર લખ્યો કે રાજકોટ પોલીસ કમિશ્નર જ વસુલી કરે છે, કાર્યવાહી કરો
પોલીસ ની વર્તણુક થી આમ આદમી પરેશાન હોય તેવા અનેક કિસ્સા આવા હોય છે પણ હવે ગુજરાતની સત્તાધારી પાર્ટી ના ધારાસભ્ય જ પોલીસથી પરેશાન છે અને એ પણ રાજકોટ પોલીસ કમિશ્નર. વાત નાની તો છે નહી. રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે આજે મોટો વિસ્ફોટ કર્યો છે. તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી ને એક પત્ર લખ્યો છે જેમાં પોલીસ કમિશ્નર પર ગંભીર આરોપો લગાવ્યા છે.
ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વસુલી નું કામ કરે છે. તેઓ ડૂબેલા નાણા અપાવવા માટે ૧૫ ટકા કમીશન લે છે. એક કેસમાં 15 કરોડની છેતપિંડી થઇ હતી જેમાં તેમણે FIR ન કરાવી અને એની ઉઘરાણી કરાવવા માટે 15 ટકા હિસ્સો માંગ્યો હતો. આ ૧૫ ટકા રકમ PI મારફત લીધી હતી હે 75 લાખ જેવી હતી. જો કે હજુ ૩૦ લાખની ઉઘરાણી માટે પીઈ ફોન કરે છે.
ધારાસભ્યે પત્રમાં લખ્યું કે રાજકોટ પોલીસ કમિશનરની કામગીરી વિશે તમને જણાવ્યું છે કે તેઓ કોઈ મવાલી-ગુંડા ઉઘરાણી નીકળતી હોય અને એક પાર્ટી પૈસા ન આપતી હોય તે રીતે પૈસા કઢાવવાનું કામ કરે છે. આના રાજકોટમાં અનેક કિસ્સાઓ બન્યા છે. પરંતુ એક કિસ્સામાં રાજકોટના મહેશભાઈ સખિયાએ ફરિયાદ કરી છે.તેમની સાથે ૧૫ કરોડની છેતરપીંડી થઇ હતી અને આની એફઆઈઆર ન લઇ અને કુલ રકમના ૧૫ ટકા માંગ કરી આ પૈસા ઉઘરાવવાની જવાબદારી પોલીસે લીધી હતી.
પત્રમાં જણાવ્યા મુજબ આવી રીતે ક્રાઇમ બ્રાંચે સાતેક કરોડની વસૂલાત કરી છે.આ માટે ૭૫ લાખ પાઈ મારફતે આપ્યા છે અને હજુ ૩૦ લાખ માટે ફોન આવે છે.જે અપાય નથી. ત્યાર બાદ FIR દાખલ થઈ હતી. એ બાદ આરોપી પકડાયો હતો અને એક હજુ પણ ફરાર છે. આવી રીતે રાજકોટ પોલીસ કમિશનર ટકા લઈને વસુલીનું કામ કરે છે. બાદમાં તમને ફરિયાદ કરતા FIR થઇ હતી ત્યારથી બાકીના ૮ કરોડમાંથી એક રૂપિયો મળ્યો નથી. આ ઉપરાંત ૭૫ લાખ વસુલી થઇ તેની પણ યોગ્ય કાર્યવાહી કરો.
આ પત્ર વિસ્ફોટ બાદ ગૃહમંત્રી નો કોઈ જવાબ આવ્યો નથી પણ રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનરે કહ્યું કે મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે. હથિયારના લાઇસન્સમાં 5-5 લાખ લેવામાં આવી રહ્યા છે એની મને જાણ નથી. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ગોવિંદભાઈ અને મારી કોઈ વાત થઈ નથી. આ કેસની જલ્દી તપાસ કરીશું.