);});
GujaratMorbiSaurashtra

મોરબીમાં કારનો ભયંકર અકસ્માત, વીજના થાંભલાને અથડાતા ત્રણ મુસાફરોના મોત

મોરબીથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મોરબીના રાજપર રોડ પર થોરાડા પાસે એક કાર વીજ થાંભલા સાથે અથડાતા કારમાં બેઠેલા મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત થયા છે. ત્યાર બાદ આ મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઝારખંડના સાહેબલાલ અને તેમના પત્ની મોરબીમાં વસવાટ કરે છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ બિહારનો રંજન મોરબીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. જેના લીધે બિહારના ચાચાપર પાસે આવેલ પોલીપેકની ફેક્ટરીમાં મજૂરના કોન્ટ્રાક્ટનું કામ સંભાળે છે. જ્યારે આ તમામ લોકો મોરબીના ટંકારામાં વસવાટ કરે છે. જ્યારે આ ત્રણેય લોકો એસન્ટ કારમાં સવાર થઈને બુધવારના ટંકારા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તેમની કાર અચાનક થોરાળા ગામના પાટિયા પાસે વીજ થાંભલા સાથે અથડાઈ જતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

જ્યારે આ ભયંકર અકસ્માતમાં પતિ-પત્ની તથા કોન્ટ્રાક્ટરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. તે પણ એક સવાલ છે કે, કાર કેવી રીતે વીજ થાંભલા સાથે અથડાઇ ગઈ? આ મામલામાં સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કાર વળાંકના સમયે વીજ થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. કાર થાંભલા સાથે અથડાતા જ કારે પલટી મારી દીધી હતી. અકસ્માતની જાણ થતા જ થોરાળા ગામના સ્થાનિક લોકો પહોંચી આવ્યા હતા. ત્યાર બાદ તેમને પોલીસને જાણ કરી હતી. જ્યારે આ મામલામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.