મોરબી હાઈવે પર CNG કારમાં આગ લાગતા કાર ભડકે બળી, ડ્રાઈવરનો આ રીતે બચ્યો જીવ…..
મોરબી હાઈવે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોરબી હાઈવે પર બેડી પુલથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. જેના લીધે તે ભડકે બળવા લાગી હતી. જ્યારે આગ લાગતા જ રોડ પર અફરાતફરી માહોલ સર્જાઈ ગયો હતો. કેમ કે આગ એટલી ભયંકર હતી કે કાર સંપૂર્ણ સળગી ગઈ હતી. તેમ છતાં એક સારી વાત એ રહી કે, આ આગમાં કોઈ જાનહાની થઈ નહોતી.
નોંધનીય છે કે, કારમાં આગ લાગતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમને કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચતા જ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ કાર સંપૂર્ણ સળગી ગઈ હતી. જ્યારે કાર ચાલક આગ લાગતા જ કારની બહાર નીકળી ગયો હતો. જેના લીધે તેનો જીવ બચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, રાજકોટથી મોરબી તરફ આવી રહેલી હ્યુન્ડાઇની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. તેમ છતાં કાર ચાલક દ્વારા સાવચેતી દાખવતા તે કારની બહાર નીકળી ગયો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કાર સીનેજી હોવાના કારણે શોર્ટસર્કિટ થવાના કારણે કારમાં ભયંકર આગ લાગી હતી. કારના એન્જીનમાં આગ લાગતા કાર ભળકે બળી હતી.