GujaratSaurashtra

કંડલા પોર્ટ પાસે ગેરકાયદેસર 600થી વધુ ઝૂંપડા તોડી પડયાં, 400 કરોડની જમીન ખુલ્લી કરાતાં 5000થી વધુ શ્રમિક પરિવાર બેઘર

ગુજરાતના ગાંધીધામમાં આવેલ કંડલા પોર્ટ પાસે ગેરકાયદેસર 600થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ દબાણ હટાવવાની કામગીરી ઓથોરિટી દ્વારા કરવામાં આવી હતી. અહીં 50 વર્ષથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. જે પોર્ટ તંત્રએ ગઈકાલે અંદાજે 400 કરોડની 150 એકર જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે.

જો કે પોર્ટ તંત્રએ આ ગેરકાયદેસર દબાણ પોલીસ અને CISFની મદદથી એક જ દિવસમાં 600 જેટલાં કાચાં-પાકાં દબાણો તોડી પડાયાં હતાં. ગત 1લી સપ્ટેમ્બરે પોર્ટ પ્રશાસને દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરાશે તેવી નોટિસ તમામ ઝૂંપડપટ્ટી માં રહેતા લોકોને આપી દેવામાં આવી હતી. નોટીસો પાઠવાઈ હતી તેમ છતાં નોટીસોની અવગણના કરાતા આજે વહેલી પરોઢે દીન દયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ એસ.આર.પી.નો કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. આ દબાણ હટાવવાની કામગીરી માટે પોર્ટ પ્રશાસન ઉપરાંત CISF ના ૨૦૦ જેટલા કર્મચારીઓ અને 550 જેટલા પોલીસ કર્મચારીઓ, 25 JCB, 12 જેટલા હિટાચી હાઈડ્રા મશીન, જયારે કાટમાળ હટાવવા માટે ૨૦૦ જેટલી ટ્રકો અને ડમ્પરોની પણ મદદ લેવામાં આવી હતી. જેટલા કારણે એક જ દિવસમાં 600 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરવામાં પ્રસાસનને સફળતા મળી હતી.

અહીં ક્રિકમાં વિસ્તારમાં સતત દબાણો વધતાં જતાં હતા જે દશકાઓથી એક મોટો પ્રશ્ન બનેલો હતો. અહીં 600 જેટલાં ઝૂંપડાં તોડવામાં આવ્યાં હતા, જેમાં અંદાજે 5000 લોકો વસવાટ કરતા હતા. જો કે આ ખુલ્લી કરવામાં આવેલ જમીન અંદાજે 400 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોર્ટ પ્રશાસને જણાવ્યું હતું કે, પોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દબાણો દૂર કરવામાં આવ્યાં છે.