કહેવાય છે કે દુનિયામાં માતા અને પુત્રના સબંધ ખુબ જ સુંદર અને મજબૂત હોય છે, પણ આ કળયુગમાં હવે વિચારી પણ ન શકાય તેવા બનાવો સામે આવી રહ્યા છે. જેને જોઈને સૌવ કોઈના હૃદય કાપી જાય છે. ત્યારે આજે પણ આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં એક જનનીએ જ તેના દોઢ મહિનાના પુત્રની હત્યા કરી નાખી છે.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના બાબરાનાં વાવડા ગામમાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પત્નીના પ્રેમ સંબંધની જાણ પતિને થતા તેઓ પત્ની સાથે ઝઘડી ને પતિ તેના વતન દાહોદ જતો રહ્યો હતો. ત્યારબાદ તેની પત્નીએ તેના દોઢ મહિનાના માસુમ દીકરાને પાણીની કુંડીમાં ફેકી દીધો હતો અને તેને મોત બાદ ખોટી સ્ટોરી બનાવીને લોકોને કહેવા લાગી પરંતુ મામલો પોલીસ સુધી પહોંચતા માતાના બધા કરતૂત બહાર આવી ગયા હતા.
આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના વતની અને ખેતરોમાં ભાગવું જમીન રાખીને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો દોઢ મહિનાનો દીકરોનું શંકાસ્પદ મોત થયું હતું અને આ અંગે બાળકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, હું અને મારો પતિ અને અને અમારા દીકરો-દીકરી ગત રાત્રિનાં અમે ભાગમાં રાખેલ વાડીમાં સૂતા હતા. ત્યારે મેં સવારે પાંચ વાગ્યાની આસપાસ જાગીને જોતા તેનો પતિ અને તેનો નાનો દીકરો પથારીમાં નહોતા. ત્યારે આજુબાજુમાં તપાસ કરતા તેનો દોઢ મહિનાનો દીકરો પાણીની ટાંકીમાં ડૂબેલો મળી આવ્યો હતો.
જો કે આ સમગ્ર ઘટનાની જાણ બાબરા પોલીસ સ્ટેશને કરવામાં આવતા સૌપ્રથમ તો મહિલાનો ગુમ પતિ જ તેના દીકરાને પાણીની કૂંડીમાં ફેંકીને ભાગી ગયો હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી. ત્યારબાદ બાબરા પોલીસની ટીમ દ્વારા ઊંડાણ દ્વારા તપાસ કરવામાં આવતા બાળકની માતાએ પોતે જ પોતાના દોઢ માસના માસુમ બાળકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલો સામે આવતા માતાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું અને તેની જાણ પતિને થતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે તેનો પતિ તેના વતન ચાલ્યો ગયો હતો. જો કે પોલીસને જાણવા મળ્યું હતું કે મહિલાને અન્ય યુવક પ્રેમ સંબંધ હતો, અને તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સામાજિક પ્રથામાં પુત્ર નડતરરૂપ હોય છે, જેના કારણે માતાએ જ તેના પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જયારે સામાજિક પ્રથામાં બીજા લગ્નમાં પુત્રી નડતરરૂપ ન ગણાતી હોવાથી માતાએ તેની પુત્રીને સાથે જ રાખી હતી અને દીકરાને મોતના ઘાટ ઉતારી દીધો હતો. હાલમાં બાબરા પોલીસે આ મહિલા સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.