મુકેશ અંબાણીએ 13.14 કરોડ રૂપિયાની કાર ખરીદી, આ છે ખાસિયત…
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ 13.14 કરોડ રૂપિયાની લક્ઝરી રોલ્સ રોયસ કાર ખરીદી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અંબાણીની આ હેચબેક કાર બ્રિટિશ લક્ઝરી વાહન ઉત્પાદક રોલ્સ રોયસની છે.પીટીઆઈ ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે આ કાર કંપની દ્વારા દક્ષિણ મુંબઈમાં તારદેવ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) ખાતે રજીસ્ટર કરવામાં આવી છે.
RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર, Rolls Royceના Cullinan મોડલવાળી આ પેટ્રોલ કાર દેશમાં ખરીદાયેલી સૌથી મોંઘી ગાડીઓમાંની એક છે.મુકેશ અંબાણીના ઉપયોગ માટે ખરીદેલી આ કારનો VIP નંબર પણ લેવામાં આવ્યો છે. આ કારને પહેલીવાર રોલ્સ રોયસ દ્વારા વર્ષ 2018માં બજારમાં ઉતારવામાં આવી હતી. તે સમયે તેની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થતી હતી.
પરંતુ ઓટો ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે આ કારમાં ગ્રાહકની માંગ પ્રમાણે ફેરફાર કર્યા બાદ તેની કિંમત વધી જાય છે.RIL એ આ લક્ઝરી કારના રજીસ્ટ્રેશન માટે રૂ. 20 લાખનો એકીકૃત ટેક્સ ચૂકવ્યો છે. તેનું રજીસ્ટ્રેશન 30 જાન્યુઆરી 2037 સુધી માન્ય રહેશે. આ સિવાય રોડ સેફ્ટી ટેક્સ તરીકે 40,000 રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. રિલાયન્સ કંપનીના કાફલામાં પહેલાથી જ ઘણા મોંઘા વાહનો સામેલ છે. રોલ્સ રોયસનું આ વાહન મોડલ કેટલાક અન્ય ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓ પાસે પણ છે.