રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારથી સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ટ્રાફિક વિભાગ માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર લલિત પટણી દ્વારા તેના મિત્ર સાથે મળી પ્રેમિકાના ભાઈની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
જાણકારી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ટ્રાફિક વિભાગ માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર આરોપી દ્વારા તેના બે મિત્રો સાથે મળી પ્રેમિકાના ભાઈની હત્યા કરવામાં આવી હતી. જ્યારે જાહેર રસ્તા પર ધોકા અને લોખંડના હથિયારના ઘા ઝીંકી ને પ્રેમિકાના ભાઈની હત્યા કરવામાં આવી હતી.
આ હત્યા ને લઈને જણાવી દઈએ કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આ હત્યાની ઘટના હતી. જ્યારે હેડ કોન્સ્ટેબલ યુવકની હત્યા કરી નાસી ગયો છે. મૃતક બાદલ પટણી તેની માસી ની દીકરી ના ઘરે રહી રહ્યો હતો અને ફળના વેચાણ નો ધંધો કરી રહ્યો હતો. એવામાં મૃતક બાદલ પટણી ને તેમની બહેન નો પ્રેમ સંબંધ ટ્રાફિક જી-ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ લલિત પટણી સાથે હોવાની જાણ થઈ હતી. તે કારણોસર તેમના દ્વારા બંનેને ટોકવામાં આવ્યા હતા.
જ્યારે આરોપી પોલીસ કર્મચારી લલિત ને અવારનવાર બાદલ દ્વારા ટોકવા ના લીધે ગુસ્સો આવી ગયો હતો. ત્યાર બાદ પોલીસ કર્મચારી લલિતે પોતાના બે મિત્રો સાથે આવી બાદલને નિકોલમાં જાહેર રોડ પર ધોકા અને લોખંડના હથિયાર વડે માર મારી બાદલને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત બાદલને સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર મામલામાં આરોપી હેડ કોન્સ્ટેબલ લલિત પટણી અને તેના બે મિત્રો સામે હત્યા ને ગુનો નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી ફરાર આરોપીઓ ની તપાસ હાથ ધરી છે.