યૂટ્યૂબ પરથી પૈસા બનવાનું શીખીને બનાવી દીધા લાખો રૂપિયા, આ રીતે સામે આવ્યું કૌભાંડ
દેશમાં નકલી ચલણીને નોટોને લઈને નોટબંધી જેવું મોટું પગલું ભરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ નોટબંધી બાદ પણ નવી ચલણી નોટોની નવી નકલી નોટો પણ બજારોમાં ફરતી થઇ ગઈ છે. જેના ઘણા બનાવો સામે આવી ગયા છે અને આવા શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે આ શખ્સો આટલી બધી જીણવટ ભરી બારી કાંઈથી કેવી રીતે બનાવી તે પણ મુંઝવણ ભર્યું છે આપણે આ નોટો નકલી છે કે અસલી તે પણ સમજી શકતા નથી.
જે ખાસ કરીને યૂપીમાં શહેરમાં ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને લઈને અગાઉ પણ બનાવો સામે આવી ગયા છે. ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ અંગે છેલ્લાં કેટલાંક સમયથી નકલી નોટોના ચલણની ગુપ્ત માહિતી ગાજીયાબાદ પોલીસને મળી હતી. જેને લઈને પોલીસે છુપી નજરથી દેખરેખ રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.જો કે શુક્રવારે આ મામલે પોલીસને પાક્કા પુરાવા સાથે માહિતી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. જે યૂપી પોલીસની ટીમ કવિ નગર વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા.
ત્યારે અહીંના દ્રશ્યો જોઈને જ પોલીસની ટીમ પણ ચોંકી ગઈ હતી. કારણ કે અહીં મકાનમાં નકલી નોટો છાપવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું હતું. જો કે અહીં આ નકલી નોટો બનાવવા માટે કોઈ વધારે ખાસ સુવિધાઓ ન હતી. જે અહીં ઘરમાં ઉપયોગમાં લેવાતા પ્રિન્ટરથી જ નકલી નોટો છાપવામાં આવી રહી હતી. જેમાં 200 રૂપિયાની નકલી નોટ છાપવામાં આવી રહી હતી.જો કે પ્રિન્ટરથી જ આ નકલી નોટ બનાવવાનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
આ નકલી નોટો છાપવા માટે ફક્ત સાત લોકો જોડાયેલા હતા. અને આ સાત લોકોની ટીમે અત્યાર સુધીમાં 12 લાખ રૂપિયા જેટલી નકલી નોટો છાપી દીધી છે અને તેને બજારમાં ફરતી પણ કરી દીધી હોવાનું પોલીસની પુછપરછમાં સામે આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસની ટીમના દરોડા દરમિયાન અહીંથી આરોપી પાસેથી 6 લાખ 59 હજારની નકલી ચલણી નોટો કબજે કરી લીધી છે. આ કબ્જે કરવામાં આવેલ નકલી ચલણી નોટોમાં 200, 500 અને 2000ની નોટો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે.
આરોપીએ પોલીસને જણાવ્યા અનુસાર તેમને થોડા સમય પહેલાં જ એક પેટ્રોલ પંર એક વ્યક્તિ પાસે આ નકલી નોટના ખુલ્લા કરાવ્યા હતા. અને આ રૂપિયામાં કેટલીક નકલી નોટો તેમની પાસે આવી ગઈ હતી. પરંતુ આ નકલી નોટો બજારોમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ જ તેને આ નકલી નોટો બનાવવાનો પ્લાન આવ્યો હતો અને તેને આ સંપૂર્ણં પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ તેને યુટ્યૂબ અને ઑનલાઇન અન્ય ઘણી જગ્યાએ સોશ્યિલ મીડિયા દ્વારા આ નકલી નોટો કેવી રીતે બનાવી તે શીખ્યો હતો.
ત્યારે આ શખ્સ નકલી નોટો બનાવવાનું શીખી જતા તેને તેની ગેંગમાં અન્ય લોકોને પણ જોડ્યા હતા. અને તેને આ ટીમમાં 7 લોકોને જોડ્યા હતા. અને તેઓ આ નોટો બનાવતી વખતે અસલી નોટોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું જેથી આ નોટોને ઓળખી ન શકાય. અને આ નકલી નોટોને માર્કટેમાં ફેરવવામાં આવતી હતી, અને આ નકલી નોટોને 20 ટકા કમિશન સાથે આગળ મોકલી દેવામાં આવતી હતી.જયારે પોલીસે આ નોટો ને કબ્જે કર્યા બાદ તેની તપાસ કરતા આ નકલી નોટના કાગળની ક્વોલિટી પણ એકદમ અસલી જેવી જ હતી. જેના કારણે આ નોટોને ઓળખી શકાતી નહતી. ત્યારે પોલીસે આ સાતે લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.