નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં રમાઈ રહ્યો છે સટ્ટો
વિશ્વનાં સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એક વાર સવાલ ઉભા થયો છે. હાલમાં આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન ચાલુ મેચમાં જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાંચ દિવસ પહેલા રાજસ્થાનથી અમદાવાદ ખાતે મેચમાં સટ્ટો રમવાનાં ખરાબ ઈરાદાથી આવ્યો હતો. અને નકલી પાસનાં આધારે તે વ્યક્તિએ નારેન્દ્રમોદી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો.
આ વિશે મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં મોઢેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ત્યારે ચાંદખેડા પોલીસ દ્વારા મેચ દરમિયાન અનેક ટીમો સાથે પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન પોલીસને ધ્યાને આવ્યું કે એક ઈસમ સતત તેના ફોનમાં વ્યસ્ત હતો. પોલીસે તે ઈસમની તપાસ કરી હતી. ત્યારે તેની પાસેથી GCA નો એક પાસ મળી આવ્યો હતો. આ પાસમાં તે શખ્સનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ. ત્યારે જીસીએ દ્વારા ખુલાસો કરવામાં અવ્યો હતો કે તેમણે કોઈ પણ મીડિયા કર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો નથી.
ઉલ્લેખનીય છે કે , જીસીએ દ્વારા કરાયેલ ચોખવટને કારણે પોલીસે યુવકની ધરપકડ કરીને તેની પુછપરછ કરી હતી. જો કે યુવકે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે યુવકને કડક રીતે પુછપરછ કરી હતી. ત્યારે તેણે કબુલ્યું હતું કે તે પાંચ દિવસ પહેલા પોતાનાં અન્ય એક મીત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે રાજસ્થાનની જયપુરથી અમદાવાદ ખાતે આવ્યો હોવાનું જણાવ્યું હતું. બન્ને ઈસમો ક્રિકેટ મેચમાં સટ્ટો રમવાનાં બદઈરાદે જ અમદાવાદ આવ્યા હતા. તેમજ આ બંને શખ્સ સ્ટેડિયમ રોડ પરની એક હોટલમાં રોકાયા હતા.
નોંધનીય છે કે, સ્ટેડિયમમાં હાલ કોરોનાને કારણે પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે ચાલુ મેચ દરમિયાન સટ્ટો રમાડવા માટે આ લોકોએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે જયપુરનાં શહેનશાહ સુરીનખાન પાસે ડુપ્લિકેટ પાસ બનાવડાવ્યો હતો.અને એ જ પાસના આધારે આરોપી મોહિતસિંઘ રાજપૂત સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો.
મહત્વનું છે કે આરોપી નકલી પાસ દ્વારા સ્ટેડિયમની છેક અંદર પહોંચી જતા આ મામલે સ્થાનિક પોલીસની બેદરકારી છતી થતી જોવા મળી રહી છે. પહેલા પણ વિશ્વના સૌથી મોટા નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન સટ્ટો રમાડતા ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ આ ગુનામાં આરોપી તેમજ સામેલ બીજા બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.