IndiaInternationalNews

મંગળ પર જાગી માનવ વસવાટની આશા, નાસાને મળી આવ્યો પાણીનો અનંત ભંડાર

પૃથ્વી પર માનવ વસ્તી વધતાં હવે દુનિયાના તમામ દેશો મંગળ ગ્રહ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે તમામ તાકાત લગાવી રહ્યા છે. ત્યારે હવે આ દરમિયાન નાસા (NASA)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. જેનાથી હવે વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર વસવાટ કરવાની આશા જાગી છે. જો કે હાલમાં NASA એ મંગળની સપાટી પર ક્યારેય ખૂટે નહિ તેવો પાણીનો જથ્થો શોધી કાઢ્યો હોવાનું જણાવ્યું છે.

નોંધનીય છે કે મંગળ ગ્રહ પર માનવીય જીવન શક્ય છે કે નહીં, તેને શોધવા માટે વૈજ્ઞાનિકો દ્વારા મંગળ ને લઈને અલગ-અલગ શોધ કરવામાં આવી રહી છે. જેમાં વૈજ્ઞાનિકોના અનેક અવકાશ મશીનની મદદથી મંગળ પરથી માટી પૃથ્વી પર લાવીને તેની તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન હાલમાં એક અહેલાલ બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવ્યું છે કે, મંગળ પર માનવી જીવન અને જળસંગ્રહ થઈ શકે છે.

નાસાના અહેવાલ અનુસાર પાણીનો આ ભંડાર એટલો બધો વિશાળ છે કે તેના દ્વારા એક સમુદ્ર જેટલું પાણી ભરવામાં આવી શકે છે. જો કે આ શોધ અનુસાર મંગળ ગ્રહની સપાટી પર કેટલાક કિલોમીટર નીચે સુધીની જમીનમાં તિરાડો જોવા મળી છે જેના અંદર વિશાળ પ્રમાણમાં તરલ પાણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ તેના ઇનસાઇટ લેન્ડરથી પ્રાપ્ત થયેલા આંકડા પરથી પાણી અંગે આ માહિતી આપી છે.

 

કેલિફોર્નિયામાં આવેલ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્લેનેટરી સાઇન્ટિસ્ટ વાશન રાઇટ અનુસાર, મંગળ ગ્રહની સપાટી નીચે 11.5થી 20 કિમી ઉંડાઇ સુધી વિશાળ પ્રમાણમાં પાણી હાજર છે. જેમાં સુક્ષ્મજીવોના અસ્તિત્ત્વ હોવાની પણ સંભાવના જણાવવામાં આવી છે. વૈજ્ઞાનિકોની ટીમે જણાવ્યું કે, તેઓ પૃથ્વી પર પણ આટલી ઉંડાઇમાં સૂક્ષ્મજીવન શોધી ચૂક્યા છે. અભ્યાસો દર્શાવે છે કે મંગળ પર એક સમયે નદીઓ હતી, પરંતુ તે 3 અબજ વર્ષોથી રણ જ રહ્યું છે. ત્યારે હવે નાસાના નવા અહેવાલ અનુસાર Mars ની સપાટીની 10 થી 20 કિલોમીટર નીચે પાણીનો સંગ્રહ થયેલો હશે. કારણ કે ગ્રહની સપાટી નીચે પાણી જામી ગયું હશે. આને જીવનનો મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.