Ajab Gajab

એક નંબરની નશેડી છે આ બકરી, વિડીયો જોઈને તમારી આંખ પર નહીં થાય વિશ્વાસ

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જય દરરોજ કશુંક ને કશુંક નવીન ચાલતું જ રહેતું હોય છે તેમાંથી અમુક વસ્તુઓ જોઈને આપણે વિશ્વાસ પણ કરી શકતા નથી કે ખરેખર આવું હોઇ શકે કે નહીં. હવે હમણાં સોશિયલ મીડિયા પર એક બકરાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. આ બકરા પાસે એક અનોખુ ટેલેન્ટ છે.

ખરેખર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ બકરી માણસોની જેમ ધુમાડાની અદભૂત ડિઝાઇન બનાવી શકે છે. કેટલાક તો એવું પણ કહે છે કે આ બકરીમાં માણસો કરતાં વધુ સારી સ્મોક રિંગ્સ બનાવવાની પ્રતિભા છે. આ વાયરલ વીડિયોમાં એક બકરી ટેબલ પાસે ઉભેલી જોઈ શકાય છે. આ ટેબલ પર કંઈક બળી રહ્યું છે અને સતત ધુમાડો નીકળી રહ્યો છે.

બકરી પહેલા આ ધુમાડો સુંઘે છે અને પછી તેના મોં વડે આ ધુમાડાની મોટી-મોટી રિંગ્સ બનાવે છે. જે વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો છે તેના અનુસાર આ બકરી નેપાળની છે. બકરીની આ પ્રતિભા જોઈને લોકો તેને દુનિયાની સૌથી મોટી ડ્રગ એડિક્ટ બકરી કહી રહ્યા છે.બકરીના આ કારનામા જોઈને એવું લાગે છે આ બકરી દિવસમાં 10 થી 12 સીગરેટ પી જતી હશે. આ બકરીઈ જેમ ધુમાડાની રિંગ બનાવવાનું તેણે કેવીરીતે શીખ્યું એ પણ એક નવાઈની વાત છે. લગભગ આ તેનું એક પોતાનું ટેલેન્ટ છે. હવે આ બકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. લોકોને તેના વિડીયો જોવા ખૂબ પસંદ આવી રહ્યા છે.

એક યુઝરે ટિપ્પણી કરી કે “અમે કહી શકીએ કે આ બકરી નંબર વન વ્યસની છે.” પછી બીજાએ લખ્યું, “બકરીનો માલિક ડ્રગ એડિક્ટ હોય એવું લાગે છે. તેણે આ કૃત્ય તેની પાસેથી જ શીખ્યું હશે.” એક ટિપ્પણી આવે છે, “બકરીને આ કરીને ખૂબ આનંદ મળે છે. બસ આશા છે કે તેને તેની લત ન લાગે.સાથે જ કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે લોકોએ બકરીને આવું કામ કરતા અટકાવવું જોઈએ. આટલો ધુમાડો શ્વાસમાં લેવો એ બકરીના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના આ બકરીની પ્રતિભા જોઈએ.