IndiaCrimeDelhi

1 જુલાઈથી લાગુ થશે ત્રણ નવા ફોજદારી કાયદા, હવે આ ગુનાઓ પર થશે ફાંસીની સજા

દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સંપૂર્ણ રીતે બદલવા માટે સૂચિત ત્રણ નવા કાયદાઓ લાગુ કરવામાં આવશે. આ કાયદો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ ત્રણેય કાયદાઓને ગયા વર્ષે 21 ડિસેમ્બરે સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 ડિસેમ્બરે આ કાયદાઓને મંજૂરી આપી હતી. ભારતીય પુરાવા સંહિતા, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલ, 2023 અને ભારતીય ન્યાયિક સંહિતા, 2023ને શિયાળુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.

આપણે જે કાયદાઓની વાત કરી રહ્યા છે જે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ છે. આ ત્રણેય કાયદાઓનો ઉદ્દેશ્ય વિવિધ ગુનાઓને વ્યાખ્યાયિત કરીને અને તેના માટે સજા નક્કી કરીને દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સંપૂર્ણપણે બદલવાનો છે.

આ ત્રણે નવા કાયદાઓ 1 જુલાઈથી અમલમાં મૂકી દેવામાં આવશે. આ કાયદાઓ ફોજદારી કાર્યવાહીની સંહિતા, વસાહતી યુગના ભારતીય દંડ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1872 નું સ્થાન લેશે. જો કે આ ત્રણે કાયદાઓ અંગ્રેજોના સમયથી ચાલી આવતા હવે લોકોને ક્રિમિનલ પ્રોસિજર કોડ, ભારતીય દંડ સંહિતા અને એવિડન્સ એક્ટમાંથી મુક્તિ મળશે.

નવા કાયદા હેઠળ, જો કોઈ મૌખિક અથવા લેખિત અથવા પ્રતીકાત્મક રીતે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અથવા તો એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો તેને આજીવન કેદની જોગવાઈ છે. આ ઉપરાંત નવા કાયદામાં દંડની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે. નવા કાયદામાં, મોબ લિંચિંગ, સગીર સાથે સામૂહિક દુષ્કર્મ જેવા જઘન્ય કૃત્યો માટે આજીવન કેદ અને મૃત્યુ દંડની જોગવાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે પણ મોબ લિંચિંગને ઘૃણિત અપરાધ ગણાવ્યો હતો અને સંસદમાં આ ગુના માટે નવા કાયદામાં મૃત્યુદંડની જોગવાઈની વાત કરી હતી.

આ ઉપરાંત, નવા કાયદામાં આતંકવાદી કૃત્યોનો સમાવેશ થાય છે, જે અગાઉ ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ જેવા વિશેષ કાયદાનો ભાગ હતો, હવે તેને ભારતીય ન્યાયિક સંહિતામાં સામેલ કરવામાં આવ્યો છે.