);});
Gujarat

ગુજરાતમાં અત્યાર સૌથીના સૌથી મોટા સમાચાર, કોરોના વધતા કેસને લઈને રાજ્યમાં આ નિયમો કડક કરાયા

ગુજરાતમાં સતત કોરોના નો કહેરનો ભડકો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે પણ ૨૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તેના કારણે ગુજરાતમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. કેમ કે સતત ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે સરકાર દ્વારા કેટલાક સખ્ત પગલાં ભરવામાં આવ્યા છે. કોરોનાના કહેરને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટિની બેઠક યોજાઈ હતી.

તે દરમિયાન રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કોરોનાને હરાવવા કેટલાક સખ્ત નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક દરમિયાન હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ અપાઈ છે. તેની સાથે રાજ્યમાં કોરોનાનો કહેર જોતા મુખ્યમંત્રી દ્વારા રાત્રી કર્ફ્યું વધુ 17 શહેરોમાં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં અત્યારે ગુજરાતના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર સિવાય આણંદ અને નડિયાદ માં રાત્રિ કર્ફ્યુ અમલમાં મુકાયેલ છે. જ્યારે હવે કોરોનાના કેસમાં વધારો થતા મુખ્યમંત્રી દ્વારા જે શહેરોમાં વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તેવા 17 શહેરોમાં પણ રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. આ શહેરોમાં તારીખ 22 જાન્યુઆરી 2022 થી 29 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યુ નું અમલીકરણ રહેશે.

આ સિવાય રાજ્યમાં 8 મહાનગરો સિવાય 19 શહેરોમાં તારીખ 22 મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યુ નો અમલ તા.29 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યું છે. સામાજિક પ્રસંગો, રાજકીય, શૈક્ષણિક કાર્યક્રમો તેમજ લગ્ન પ્રસંગોમાં ૧૫૦ લોકો તેમજ સ્થળની કુલ ક્ષમતા ના ૫૦% અથવા વધુમાં વધુ ૧૫૦ લોકો હાજર રહી શકશે.