Corona VirushealthIndiaNews

દેશમાં એક બાદ એક રાજ્યમાં નાઇટ કર્ફ્યુ જાહેર, જાણો ક્યાં કેવી છે પરિસ્થિતિ

દેશમાં ફરીવાર કોરોનાએ દસ્તક દીધી છે. જે કે મોટો ચિંતાનો વિષય બની રહ્યો છે. જો કે તેમ છતાં લોકો હજુ પણ કોરોનાને લઈને બેદરકારી દાખવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જે દેશમાં કોરોના વાયરસના કેસમાં તોતિંગ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કોરોના નો વિસ્ફોટ થતા દેશના ઘણા રાજ્યો દ્વારા કડક પગલાંઓ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે હાલમાં જ દિલ્લીમાં વીકેન્ડ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે રવિવારે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે હવે એક બાદ એક વધુ એક રાજ્ય કર્ણાટકમાં વીકેન્ડ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. જે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 સુધી હશે. જો કે કેટલાક રાજ્યમાં પહેલાથી જ નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવેલ છે.દિલ્હીમાં શનિવાર અને રવિવારે વીકેન્ડ કર્ફ્યુ જાહેર કરતા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લોકોને અપીલ કરી હતી કે જો બહાર કામ હોય તો જ નીકળે. આ ઉપરાંત જરૂરી સેવાઓ સિવાય તમામ સરકારી અધિકારી ઘરેથી જ કામ કરશે. આ સાથે ખાનગી સંસ્થાઓમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ કરવા માટે જાણવવામાં આવ્યું છે.

યુપીમાં નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. ધોરણ 1થી 10 સુધી શાળાઓ બંધ રહેશે.કર્ણાટક રાજ્યમાં 7 જાન્યુઆરીથી વીકેન્ડ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્યમંત્રી ડૉ. કે સુધાકરે કહ્યું હતું કે કર્ણાટકમાં કોરોના સંક્રમણનો દર વધીને 2.59% થઈ ગયો છે. બિહારમાં 6 જાન્યુઆરીથી નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવેલ છે. જે રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે.

પંજાબમાં બાર, સિનેમા હોલ, મોલ, રેસ્ટોરન્ટ, સ્પા, એસી બસો માત્ર 50 ટકા ક્ષમતા સાથે થયાવત અને રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમામ પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારના નિયમો અનુસાર શહેરમાં લોકડાઉન લાગુ કરાશે. જો 20,000 કેસોનો આંકડો પાર થશે તો કર્ફ્યુ જાહેર કરવામાં આવશે. છત્તીસગઢમાં નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવેલ છે.

છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી આ મહામારીએ અનેક લોકોની હિંમત તોડી નાખી છે. ત્યારે દેશમાં કોરોનાને માત આપવા માટે પૂરજોશમાં રસીકરણ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે દેશમાં અત્યારસુધી કુલ વેક્સિનેશન 147.72 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 56%નો વધારા નોંધાયો છે, જે દેશમાં 58 હજાર 97 કેસ સામે આવ્યા છે. જયારે 534 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.અને દેશમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 લાખ 14 હજાર સુધી પહોંચી ગઈ છે.