AhmedabadGandhinagarGujaratPolitics

નીતિન પટેલે પક્ષના વિરોધીઓને ટોણો મારતા કહ્યું: એકબાજુ બધા ને એકબાજુ હું એકલો,

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી વખત ચર્ચામાં આવ્યા છે. નીતિન પટેલ અનેક વખત પોતાના પક્ષના નેતાઓથી નારાજ હોય તેવું સામે આવ્યું છે.અનેક કાર્યક્રમોમાં પણ તેમને સાઈડલાઈન કરવામાં આવતા હોય છે.નીતિન પટેલ અનેક વખત આડકતરી રીતે પોતાના વિરોધીઓને જવાબ આપતા રહયા છે.

તાજેતરમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા યોજાયેલ મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, જ્યાં હું પહોંચ્યો છું ત્યાં એમને એમ નથી પહોંચાતું.તમે ટીવીમાં જોતા જ હશો,પૂછો અમારા ધારાસભ્યોને, એક બાજુ બધા છે અને એકબાજુ હું એકલો.

આ ઉમિયા માતાના આશીર્વાદ છે. તમારા બધાના સહયોગથી બોલું છું. પક્ષના કાર્યકર તરીકે બોલું છું. લોકોને ઘણાને નથી ગમતું કે ભૂલાવવા મથીએ છીએ પણ નીતિનભાઈ ભૂલતા નથી.

આ અગાઉ પણ નીતિન પટેલે પટેલ સમાજના કાર્યક્રમમાં પોતાના વિરોધીઓને આડકતરી રીતે જવાબ આપ્યો હતો.ભાજપમા અત્યારસુધી ઘણા નેતાઓ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જેમાં સૌથી મોટું નામ નીતિન પટેલ ગણાય શકાય.