Ajab GajabIndia

માત્ર 1 રૂપિયાની નોટ જ તમને હજારો રૂપિયાની કમાણી કરાવી શકે છે, જાણો કઈ રીતે

જો તમે જૂની નોટો રાખવાના શોખીન છો તો તે તમને લખપતિ બનાવી શકે છે.જો તમારી પાસે તમારા સિક્કા કે નોટ કલેક્શનમાં 1,5 કે 10 રૂપિયાની જૂની નોટ છે તો તમારી પાસે હજારો લાખો રૂપિયા કમાવવાની તક છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે આ જૂની નોટો તમારું લખપતિ બનવાનું સપનું સાકાર કરી શકે છે.

જો તમે આ નોટોને ઓનલાઈન વેચવાનું કામ સારી કિંમતે કરો તો તમે સારી એવી રકમ કમાઈ શકો છો. તમે Ebay અથવા Coinbazzar જેવી વેબસાઇટ્સ પર આવી નોટ ને વેચી શકો છો. તમારે ફક્ત નોટના ફોટા ક્લિક કરવાના છે અને પછી તેને વેબસાઇટ પર અપલોડ કરવાનાં છે. અહીં તમે નોટ વેચવા માટે તમારી ઈચ્છા મુજબ કિંમત માંગી શકો છો.
1 રૂપિયાનો સિક્કો તમને આટલા પૈસા આપશે

જો તમારી પાસે આ એક રૂપિયાની જૂની નોટ તમારા કલેક્શનમાં છે, તો તમે ઘરે બેઠા 45 હજાર રૂપિયા કમાઈ શકો છો. જો કે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા દેશમાં આ નોટોનું સર્ક્યુલેશન બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ બજારમાં આ નોટોની માંગ ખૂબ જ જોવા મળી રહી છે. તમે 1 રૂપિયાની નોટનું બંડલ પૂરા 45 હજાર રૂપિયામાં વેચી શકો છો, પરંતુ આ નોટ પર વર્ષ 1957માં રાજ્યપાલ એચ.એમ.પટેલની સહી હોવી જોઈએ.

અહીં તમને ખાસ જણાવી દઈએ કે સિક્કા અને નોટ ની ખરીદી અને વેચાણ ઘણા પ્લેટફોર્મ પર થાય છે. અમે આ અંગે કોઈ જવાબદારી લઇ રહ્યા નથી.આવી કોઈપણ વેબસાઈટ પર સોદો કરતા પહેલા તમારે ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકામાંથી પસાર થવાની જરૂર છે, કારણ કે કેન્દ્રીય બેંકે કહ્યું છે કે તેણે કોઈપણ બેંક અથવા સંસ્થાને તેના નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. આરબીઆઈએ લોકોને સલાહ આપી છે કે ઓનલાઈન સાઈટ પર ઘણા છેતરપિંડી કરનારાઓ હાજર છે, જેનાથી સાવચેત રહેવાની જરૂર છે. કોઈપણ વેબસાઈટ પર કોઈપણ ડીલ કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી લઇ લો અને પછી જ ડીલ કરો.