દેશમાં કોરોનાના કહેર વચ્ચે Omicron દર્દીનું દેશમાં પ્રથમ મોત
દેશમાં સતત કોરોના અને ઓમીક્રોનનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના કેસ સતત દેશમાં વધી રહ્યા છે તે પણ એક ચિંતાનો વિષય છે. કોરોનાની સાથે ઓમીક્રોનનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ઓમીક્રોનનો કહેર જોતા એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. કેમકે રાજસ્થાનના ઉદયપુરમાં ઓમિક્રોનના લીધે પ્રથમ દર્દીનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે દેશમાં પણ કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે પ્રથમ દર્દીનું મોત નીપજ્યું છે.
15 ડિસેમ્બરના રોજ ઉદયપુરના સવિના વિસ્તારમાં 73 વર્ષીય વૃદ્ધને આરએનટી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલ એમબી ગર્વમેન્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે દાખલ થવાની સાથે ડોક્ટરો દ્વારા કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું તેમાં તે પોઝીટીવ આવ્યા હતા.આ કેસ મામલે સ્વાસ્થ્ય સચિવ વૈભવ ગલરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે દર્દી કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમે તેમનો જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ પણ કરાવ્યો હતો અને તેમાં તે ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
ત્યાર બાદ દર્દી કોરોનાથી બહાર આવી ગયો હતો તેના બે વખત રિપોર્ટ ટેસ્ટ કરવામાં આવ્યા તો તે નેગેટીવ આવ્યા હતા. તેમ છતાં તેઓનું અવસાનનું કોરોનાના કારણે થયું હતું.નોંધનીય છે કે, 15 ડિસેમ્બરના ઉદયપુરમાં આવેલ એમબી ગર્વમેન્ટ હોસ્પિટલમાં 73 વર્ષીય વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો રિપોર્ટ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવાયો હતો.
ત્યાર બાદ ૨૧ ડીસેમ્બરના ફરીથી વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો તેમાં નેગેટીવ જોવા મળ્યા હતા. પરંતુ 25 ડિસેમ્બરના તેઓનો જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં તેઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ફરીથી ડોક્ટર્સ દ્વારા તે જ દિવસે વૃદ્ધનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે પણ તે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.જ્યારે હવે જોવા જેવું એ પણ હતું કે, કોરોનાનો રિપોર્ટ બે-બે વખત નેગેટિવ આવ્યો હોવા છતા પણ વૃદ્ધનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું હતું.
તેના કારણે 31 ડિસેમ્બરના રોજ તેમનું અવસાન થઈ ગયું હતું. તેમ છતાં કોરોનાથી રિકવર થયા બાદ પણ વૃદ્ધનું મોત થતાં શરૂઆતમાં સ્થાનિક તંત્ર દ્વારા વૃદ્ધનું મોત કોરોનાથી થયું નથી તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમનું કોવિડ લક્ષણોના કારણે અવસાન થયું હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.