GujaratSouth Gujarat

કારમાં આગ લાગતા જ એક મિત્રનું મોત બીજાનો આબાદ બચાવ

ભાવનગરથી કાર અકસ્માત સામે આવ્યો છે. ભાવનગરના હાઈવે રોડ પર એક કાર અચાનક વીજ પોલમાં ઘુસી ગઈ હતી. તેના લીધે કારમાં અચાનક આગી ફાટી નીકળી હતી. જયારે કારમાં બે વ્યક્તિ સવાર હતા. જેમાં એક વ્યક્તિ એક કારમાંથી નીકળવામાં સફળ રહ્યો પરંતુ બીજો વ્યક્તિ ફસાઈ ગયો હતો. તેના લીધે તે તે દાઝી ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

ઘટના ની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમ છતાં સળગતી કાર પર પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરના ઘોઘા રોડમ રહેનાર વિનોદ મકવાણા અને મુકેશ બારૈયા નામના બે મિત્રો પોતાની મારુતિ ઝેન કાર લઈને મંત્રેસ સર્કલ પાસે આવી રહ્યા હતા. જેમાં મુકેશ બારૈયા કાર ચલાવી રહ્યો હતો. જ્યારે વિનોદ મકવાણા તેની બાજુમાં બેઠેલો હતો. કાર રિંગ રોડ પર ફૂલ ઝડપથી જઈ રહી હતી. એવામાં કાર ચાલક મુકેશ બારૈયા દ્વારા કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી વીજપોલ સાથે અથડાઈ ગઈ હતી.

અકસ્માત થવાના સાથે LPG ગેસ કીટ ધરાવનાર કારમાં અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કારમાં આગ લાગતા કાર ચાલક મુકેશ બારૈયાને રિંગરોડ પર બેસવા આવતા સ્થાનિક લોકો અને હોમગાર્ડ જવાન દ્વારા ખેંચીને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનો આબાદ બચાવ થઈ ગયો હતો. પરંતું તેમ છતાં અચાનક લાગેલી આગમાં મુકેશ બહાર નીકળવામાં અસમર્થ રહ્યો હતો. જ્યારે દાઝી જતા તેને ગંભીર રીતે હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો.

જ્યારે કારમાં બેઠેલા તેના મિત્ર વિનોદ મકવાણાને બહાર નીકળવાની તક મળી નહોતી. તેના લીધે કારમાં લાગેલી ભીષણ આગમાં તે તેની લપેટમાં આવી ગયો હતો. તેના લીધે તેનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી ગઈ હતી.  પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.