પાટણમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત
ગુજરાતમાં સતત અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. એવામાં આજે એવા જ સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતના પાટણમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. પાટણના સમી તાલુકામાં બાસ્પા નજીક ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે.
ગઈ કાલની રાત્રીના સમી તાલુકાના બાસ્પા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાસ્પા અને વરાણા વચ્ચે લકઝરી બસ, અલ્ટો અને ટર્બા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જ્યારે અકસ્માતમાં ઘટનાસ્થળે અલ્ટો ગાડીમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ અકસ્માત સર્જાતા લોકો મદદે દોડી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. લોકોના મૃતદેહોને ગાડીમાંથી બહાર કાઢવા માટે ઘણી મુશ્કેલી થઈ હતી. તેના માટે જેસીબી ની મદદ લેવામાં આવી હતી ત્યાર બાદ આ મૃતદેહો બહાર નીકળ્યા હતા. અકસ્માતના કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. પોલીસ દ્વારા આ ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.
આ સિવાય બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢ હાઇવે પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.