IndiaNews

પતિની હેવાનિયત, રિક્ષાવાળા જોડે પોતાની 22 વર્ષીય પત્નીની હત્યા કરાવી, રિક્ષાવાળાએ મૃતદેહ સાથે ના કરવાનું કરી નાખ્યું,જાણો આ સમગ્ર ઘટના

લગ્ન જીવનમાં બંધાયા બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય છે,પરંતુ નાના ઝઘડાઓમાંથી ક્યારેય મોટું સ્વરૂપ ધારણ થઈ જાય છે,એવામાં પતિ પત્નીની હત્યા પણ કરે છે,આવી જ એક ઘટના નોઇડાથી સામે આવી છે.અહી પતિએ પોતાના મિત્ર પાસે ૨૨ વર્ષીય પત્નીની હત્યા કરાવી છે.

વળી આ વાતની ફરિયાદ નોંધવા પતિ પોલીસ પાસે ગયો તો પોલીસને આ આરોપી પતિ પર શંકા ગઈ, જ્યારે આ વાતની વધુ તપાસ કરવામાં આવી તો સમગ્ર ઘટનાની હકીકત સામે આવી.માહિતી અનુસાર જણાવીએ તો પત્નીની હત્યા એક રિક્ષા ડ્રાઇવરે કરી હતી,જે ડ્રાઈવર આરોપી પતિનો મિત્ર હતો.૨૮ વર્ષીય આ ડ્રાઈવર રમબીર ઉર્ફે સાહુએ આ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી રિક્ષા ડ્રાઈવરે પરિણીતા મહિલાની હત્યા કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.રિક્ષા ડ્રાઈવરની સામે IPC ની કલમ ૩૭૬ અને ૧૨૦B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,

આ અંગે વધુમાં જણાવતા પોલીસે કહ્યું કે,પરિણીતા મહિલાની હત્યા માટે રિક્ષા ડ્રાઈવરને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા.માહિતી અનુસાર જણાવીએ તો પોલીસે પતિની ધરપકડ કરી છે.