International

યુક્રેન એરલાઇન્સનું પ્લેન ઈરાનમાં ક્રેશ: 176 લોકોના મોત, યુક્રેન સુરક્ષા પરિષદે આતંકી હુમલાની શક્યતા બતાવી

ઈરાનમાં બુધવારે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં યૂક્રેન ઈન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું.એરલાઇન્સે કહ્યું કે ટેક્નિકલ ખામીની કોઈ શક્યતા હતી જ નહિ. જણાવી દઈએ કે આ પ્લેન ક્રેશ દુર્ધટનામાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સાથે 176 લોકોના મોત થયા હતા. વિમાને ઇમામ ખોમૈની એરપોર્ટથી ઉડાન ભરી હતી. ઉડાન ભરવાની 3 જ મિનિટમાં તે ક્રેશ થઇ ગયું હતું.

એરલાઇન્સના જણાવ્યા મુજબ પાયલટો પાસે ઇમરજન્સી પરિસ્થિતિઓ સામે કામ કરવાની આવડત હતી. પાયલોટ પણ અનુભવી હતા.કે વિમાન 2400 ફુટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું.ટેક્નિકલ ખામીની શક્યતા ખુબ જ નહિવત છે. યૂક્રેનની સુરક્ષા પરિષદે કહ્યું કે વિમાન ક્રેશ પાછળ રશિયાની મિસાઈલ, ડ્રોનની ટક્કર કાં તો આતંકી હુમલો પણ થયો હોઈ શકે છે.યૂક્રેન સુરક્ષા પરિષદે સમગ્ર દુર્ઘટના ની તપાસ માટે 10 અધિકારીઓ ઈરાન મોકલ્યા છે.