પીએમ મોદીએ લોકપ્રિયતા મામલે વિશ્વના તમામ નેતાઓને પછાડ્યા
પીએમ નરેન્દ્ર મોદીએ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં ટોચનું સ્થાન મેળવીને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે વિશ્વના મોટા-મોટા નેતાઓની લોકપ્રિયતાને લઈને એક સર્વે કર્યો હતો. ત્યારે આ સર્વેમાં પીએમ મોદીએ લોકપ્રિયતા મામલે વિશ્વના તમામ નેતાઓને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે કરાવેલ સર્વેમાં પીએમ મોદીનું 71 ટકા રેટિંગ છે.
પીએમ મોદીએ લોકપ્રિયતાના મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન ને પણ પાછળ છોડી દીધા છે. મોર્નિંગ કન્સલ્ટે વિશ્વના લોકપ્રિય નેતાઓની બહાર પાડેલ યાદીમાં પીએમ મોદી 71 ટકા રેટિંગ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ 66 ટકા રેટિંગ સાથે બીજા ક્રમે મેક્સિકનના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે. 60 ટકા રેટિંગ સાથે ઈટાલીના પીએમ મારિયો દ્રધિનું ત્રીજા નંબર પર છે. જયારે અમેરિકન જો બાયડન 43 ટકા રેટિંગ સાથે આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે.
આમ લોકપ્રિયતાના મામલે પીએમ મોદીએ વિશ્વના તમામ નેતાઓને પછાડી દીધા છે. ઉલ્લેખનીય છે કે, મોર્નિંગ કન્સલ્ટ હાલમાં વિશ્વના 13 દેશોના નેતાઓ પર નજર રાખી રહી છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ભારત, જર્મની, ફ્રાન્સ, જાપાન, ઇટાલી, મેક્સિકો, યુનાઇટેડ કિંગડમ, સ્પેન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.