AstrologyGujarat

પોષ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય, ધનની નહી રહે કમી, તારીખ જાણી લો

પોષ પૂર્ણિમાના દિવસે વ્રત રાખીને ચંદ્ર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જાણો ક્યારે છે પોષ પૂર્ણિમા. તેમજ ધન અને સુખ-સમૃદ્ધિ માટે પોષ પૂર્ણિમાના દિવસે કેવા ઉપાય કરવા જોઈએ.સુખ, સૌભાગ્ય મેળવવા અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે કરો આ ઉપાય.

પોષ પૂર્ણિમાના દિવસે કેટલાક ધાર્મિક ઉપાય કરવાથી જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થાય છે, જાણો કયા ઉપાય કરવા જોઈએ:પોષ પૂર્ણિમાના દિવસે મુખ્ય દ્વાર સહિત ઘરના દરવાજા પર કેરી અને અશોકના પાનનું તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. લક્ષ્મી ઘરમાં પ્રવેશે છે.પૂર્ણિમા તિથિ ભગવાન સત્યનારાયણ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે શ્રી હરિવિષ્ણુ અને માલક્ષ્મીનું વિધિપૂર્વક પૂજન કરવાથી અને વ્રત વગેરે રાખવાથી દુ:ખોનો નાશ થાય છે, આ દિવસે સત્યનારાયણની પૂજા કરવાનો પણ નિયમ છે.

પૂર્ણિમાના દિવસે વ્રતની પૂર્તિ માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામે ઘીનો અખંડ દીવો પ્રગટાવવો જોઈએ.આ દિવસે દીપકનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘર, મંદિર, પીપળાના ઝાડ અને તુલસીના છોડની પાસે સાંજે આકાશની નીચે દીવો પ્રગટાવવો જોઈએ.

શિયાળામાં પોષ પૂર્ણિમા આવતી હોવાથી આ દિવસે ગરમ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે કાચા દૂધમાં સાકર અને ચોખા મિક્ષ કરીને ચંદ્રને અર્ધ્ય આપવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે આ દિવસે ભજન અને રાત્રિ જાગરણનું આયોજન કરવું પણ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

પૂર્ણિમાના દિવસે ભક્તો સત્યનારાયણની કથાનું આચરણ અને શ્રવણ કરીને ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવે છે.આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી અને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ કરવાથી જીવ પાપમુક્ત બને છે. દેવાથી છુટકારો મળે છે.

પોષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 17 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 03:18 કલાકે શરૂ થઈ રહી છે. પૂર્ણિમા તિથિ 18 જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે 05:17 સુધી છે. પૂર્ણિમાના ચંદ્રનો ઉદય 17 જાન્યુઆરીએ થશે, તેથી પોષ પૂર્ણિમા 17 જાન્યુઆરીએ છે. તે જ દિવસે પોષ પૂર્ણિમા વ્રત પણ રાખવામાં આવશે. પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ઉદયનો સમય સાંજે 05:10 છે.