BollywoodIndiaNews

પ્રખ્યાત ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું થયું નિધન,

જાણીતા ગીતકાર અને સંગીતકાર ગાયક બપ્પી લહેરીનું ૬૯ વર્ષની ઉંમરે દુ:ખદ નિધન નિધન થયુ છે.તેઓ છેલ્લા કેટલાક સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર આજે તેમનું મુંબઈમાં જુહુની ક્રિટીકેર હોસ્પિટલમાં નિધન થયું છે.ઓબ્સ્ટ્રિકલ સ્લીપ એપનિયાના કારણે તેમનું અવસાન થયું.

એક વર્ષ પહેલા પણ તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.૧૯૮૦ ના દાયકામાં પોતાના સંગીત-ગીતોથી લોકોના દિલ જીત્યા છે. બપ્પી લહેરીએ ડિસ્કો ડાન્સર, નમક હલાલ,કમાન્ડો,વારદાત અને શરાબી જેવી સુપરહિટ ફિલ્મોમાં ગીતો ગાયા હતા.

બપ્પી લહેરીનું સાચું નામ અલોકેશ લહેરી છે,પરંતુ તેઓ ઈન્ડસ્ટ્રીમાં બપ્પી લહેરી તરીકે જાણીતા છે.તેઓને સોનું પહેરવાનું અને હંમેશા ચશ્મા પહેરવાનું ખૂબ પસંદ હતું.

આ અંગે ફિલ્મ નિર્માતા અશોક પંડિતે બપ્પી લહેરીના નિધન પર ટ્વિટ કરતા કહ્યું, રોકસ્ટાર બપ્પી લહેરી જીના નિધનના સમાચાર સાંભળતા ખૂબ જ આઘાત લાગ્યો.હું વિશ્વાસ નથી કરી શકતો કે,મારા પાડોશી હવે દુનિયામાં નથી રહ્યા.તમારા સંગીત હંમેશા અમારા દિલમાં રહેશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે