);});
GujaratSouth GujaratSurat
Trending

વાપીના બિલ્ડરે ઓફિસમાં કામ કરતી યુવતી સાથે સબંધ બાંધતા યુવતી ને ગર્ભ રહી જતા નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

હાલ દેશમાં દુષ્કર્મના કેસમાં ખુબ જ વધારો થયો છે.ક્યાંક કામ ના બહાને તો ક્યાંક મદદ કરવાના અબાહને યુવતીઓને ફસાવાય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ થઇ છે જેમાં સુરતથી નોકરીની શોધમાં નીકળેલી યુવતી કે જેની સાથે દુષ્કર્મ થયું છે. વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ જાડેજાની ઓફિસમાં યુવતી કામે લાગી હતી.બિલ્ડરે યુવતીને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો જેમાં બિલ્ડર બળજબરીથી યુવતી સાથે સબંધ બાંધતો હતો.

યુવતીને ગર્ભ રહી જવાની ખબર પડતા જ તે ભાંગી પડી હતી અને ઉંઘની ગોળી ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બાદમાં યુવતીએ બિલ્ડર વિરૂદ્ધ સુરત અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ વાપી પોલીસને અપાઈ છે જેથી વાપી પોલીસે બિલ્ડરને પકડવા માટે કાર્યવાહી શરુ કરી છે.

35 વર્ષીય યુવતી નો પતિ બેકાર હોવાથી તે ખુદ કામ શોધતી હતી ત્યારે કોઈ મિત્રે તેને વાપીના બિલ્ડરની જાણ કરી હતી.બાદમાં તે સપ્ટેમ્બર 2019માં બિલ્ડરની ઓફિસમાં મેનેજમેન્ટનું કામ કરતી હતી. 16 હજાર પગાર અને બિલ્ડરે તેને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો.બિલ્ડર યુવતી સાથે ખુબ વાતો કરતો હતો અને એક દિવસ યુવતીના ફ્લેટ પર જઈને બળજબરીથી સબંધો બાંધ્યા હતા.

બિલ્ડર અવારનવાર સબંધ બાંધતો હતો અને પોતે મોટો માણસ હોવાનું કહીને યુવતીને ડરાવતો હતો.યુવતી આ બધાથી ડરીને સુરત જતી રહી હતી પણ ત્યાં તેને ગર્ભ રહી જવાની જાણ થતા ઉંઘની 10 ગોળીઓ ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.યુવતી સુરત માટે રવાના થયા પેહલા બિલ્ડરની ઓફિસે હિસાબ માટે ગઈ ત્યારે બિલ્ડરે મારી નાખવાની ધમકી પણ આપી હતી.