×
GujaratJamnagarSaurashtra

વડાપ્રધાન મોદીની જામનગર મુલાકાતને લઈને તૈયારીઓ

વડાપ્રધાન Narendra Modiની આગામી Jamnagar મુલાકાતને લઈને વહીવટી તંત્ર અને સરકાર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviના અધ્યક્ષસ્થાને જામનગર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરક્ષા, પ્રોટોકોલ, ટ્રાફિક અને જનસુવિધા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લાલ બંગલા સર્કલ ખાતેના કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન નાગરિકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે અને તમામ પ્રોટોકોલનું કડક પાલન થાય તેની ખાતરી કરવામાં આવે.

‘જામનગર માટે ઉત્સવ સમાન પ્રસંગ’

બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર સાથે વિશેષ જોડાણ રહ્યું છે અને તેમની મુલાકાત શહેર માટે ઉત્સવ સમાન બનવી જોઈએ. તેમણે તંત્રને બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા અને જનસહભાગિતાને ધ્યાનમાં રાખી સુદ્રઢ આયોજન કરવા જણાવ્યું હતું.તેમણે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા અને વડાપ્રધાનની મુલાકાત પહેલાં વિવિધ જનલક્ષી અભિયાન તથા લોકજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

જિલ્લા કલેક્ટર P B Pandyaએ વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી તૈયારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં હેલિપેડ વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, આરોગ્ય સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય જરૂરી આયોજનનો સમાવેશ થતો હતો.નાયબ મુખ્યમંત્રીએ અત્યાર સુધી થયેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને આગળ પણ તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે પર ભાર મૂક્યો હતો.

આ મહત્વપૂર્ણ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી Rivaba Jadeja, સાંસદ Poonamben Maadam, ધારાસભ્યો Meghji Chavda અને Divyesh Akbari સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.આ ઉપરાંત રાજકોટ રેન્જના આઈજી Nirlipt Rai, મ્યુનિસિપલ કમિશ્નર D N Modi અને પોલીસ અધિક્ષક Dr Ravi Mohan Saini સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.