બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ બંને માતા-પિતા બની ગયા હોવાનું સામે આવ્યું છે. પ્રિયંકા ચોપરાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યામથી આપી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
પ્રિયંકા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ પોસ્ટ મુજબ, પ્રિયંકા ચોપરાના બાળકને જન્મ સેરોગેસી દ્વારા થયો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં હજુ તે વાતની જાણકારી આવી નથી કે અભિનેત્રી દીકરી કે દીકરામાંથી કોને જન્મ આપ્યો છે. તેમને આ પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે, અમને આ વાતની ખુશી જાહેર કરતા ઘણી થઈ રહી છે કે, અમે સેરોગોસી દ્વારા બાળકનું મેળવ્યું છે. અમે તમારી પાસે આ વિશેમાં પ્રાઈવેસીની વિનંતી કરીએ છે.
કેમકે અમારા પરિવાર પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યારે નિક જોનસ દ્વારા પણ આ પોસ્ટ શેર કરવામાં આવી છે. તેના લીધે સોશિયલ મીડિયા પર અભિનેત્રી અને અભિનેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપડાની વાત કરવામાં આવે તો તેને નિક જોનસ સાથે ડિસેમ્બર 2018 માં જોધપુરના ઉમ્મેદ પેલેસમાં હિન્દુ અને પછી ઈસાઈ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હાલમાં પ્રિયંકા નિકની સાથે અમેરિકામાં જ રહે છે. જ્યારે આ કપલ હંમેશા તેની ફેશન સ્ટાઇલના કારણે ચર્ચામાં બન્યું રહે છે.