India

પુણેમાં ભયાનક અકસ્માત, લોખંડનો સ્લેબ નિચે પડતા સાત મજૂરોના શરીરમાં સળિયા ઘુસતા તમામના મોત

મહારાષ્ટ્રના પુણેમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં 7 મજૂરોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, એક અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડીંગનું કામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન તેનો સ્લેબ પડતા 10 મજૂરો તેની ઝપેટમાં આવી ગયા હતા.

જયારે આ ઘટના દરમિયાન આ સ્લેબનાં 16 mm ના સળિયા મજૂરોની અંદર ઘૂસી જતા સાત મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા ગયા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના યરવડા વિસ્તારના શાસ્ત્રીનગરમાં ઘટી હતી. પૂણેની એક નિર્માણાધીન બિલ્ડીંગની કામગીરી ચાલી રહી હતી.

તેની સાથે આ મજૂરોના મોત બાદ ઝોન-5 ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોહિદાસ પવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ભયંકર અકસ્માતમાં સાત મજૂરોના કરૂણ મોત નીપજ્યા છે જ્યારે ત્રણ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું છે કે, આ ઘટનાની વાત કરું તો મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક સ્લેબ પડતા ૭ મજૂરોના મોત નીપજ્યા હતા.

તેની સાથે આ ઘટના બનતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ બચાવ કામગીરીમાં લાગી હતી. તેની સાથે આ અકસ્માત ભોંયરામાં બનતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી હતી. જ્યારે ફસાયેલા મજૂરોમાં લોખંડના સરિયા ઘુસી ગયા હતા. જ્યારે સળિયા કાપીને તમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં સાતના તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ કરૂણ ઘટના બાબતે જણાવવામાં આવ્યું છે કે, મુંબઈના પૂણેમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.