Advertisement
GujaratAhmedabad

પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : અમદાવાદમાં ભાજપની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા દેખાડી કર્યો વિરોધ

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે હવે અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના નરોડામાં નવયુગ સ્કૂલ નજીક ‘મોદી પરિવાર સભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ છતાં આ દરમિયાન ક્ષત્રિયો દ્વારા કાળા વાવટા દેખાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

જાણકારી મુજબ, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં નવયુગ સ્કૂલ નજીક શનિવાર સાંજે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના આગેવાનોની હાજરીમાં ‘મોદી પરિવાર સભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાની વાત કરીએ તો નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી પણ આ સભામાં આવ્યા હતા.

તેની સાથે આ સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી હતી. તેમ છતાં આ દરમિયાન ક્ષત્રિયો દ્વારા કાળા વાવટા બતાવી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.