GujaratRajkotSaurashtra

ટ્રાફિક જામ સર્જાતા મંત્રી જયેશ રાદડિયા નું ઉગ્ર સ્વરૂપ દેખાયું, 450 વાહનોને ટોલ ભર્યા વગર જ પસાર કરાવ્યા

હાલમાં જ કેંન્દ્ર સરકારના આદેશ બાદ હાઇવે પર દરેક ટોલબુથ પર એક લેન સિવાય બાકીની દરેક લેન પર ફાસ્ટેગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો કે લોકોમમાં હજી જાગૃતતા ન હોવાથી કેશલેનમાં ઘણો ટ્રાફિક સર્જાયો હતો. ભરૂડી ટોલબુથ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને એમાં ગુજરાતના મંત્રી જયેશ રાદડિયા ત્યાંથી પસાર થયા અને જોવા જેવી થઇ ગઈ.

જયેશ રાદડિયાની કારમાં ફાસ્ટેગ ન હોવાથી તેઓની આકાર કેશ લેનમાં હતી અને ત્યાં ટ્રાફિક જામ હતો જેથી તેઓ ફસાઈ ગયા હતા. આક્રમક નેતા તરીકે જાણીતા જયેશ રાદડિયાએ કારમાંથી ઉતરીને ટોલબુથ કર્મચારી પાસે ગયા હતા અને માથાકૂટ કરી હતી. આટલે ન અટકતા જયેશ રાદડિયાએ કર્મચારીઓ પાસે બમ ઊંચા કરાવ્યા હતા અને 450 જેટલા વાહનોને ટોલ ભર્યા વગર જ પસાર કરાવ્યા હતા.

જયેશ રાદડિયા કારમાંથી ઉતરીને જતા હોય એવો વિડીયો પણ વાઇરલ થયો છે અને લોકો અમુક હદે તેમનો સપોર્ટ પણ કરી રહયા છે.મળતી વિગતો મુજબ જયેશ રાદડિયા લગ્નપ્રસંગે હાજરી આપવા જઈ રહયા હતા અને ટ્રાફિક જામમાં ફસાયા હતા.

વાહન ચાલકોનો સમય વેડફાઈ એ હેતુથી સરકાર દ્વારા ફાસ્ટ ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે પણ ભરૂડી ટોલનાકે ફાસ્ટ ટેગની એક લાઈન બંધ જ રહે છે જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.લોકો તેનાથી પરેશાન હતા એવામાં જયેશ રાદડિયા ના અંદાજથી લોકો તેમને સપોર્ટ પણ કરી રહયા છે.