જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહો તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેનાથી દરેકને ડર લાગે છે. જો રાક્ષસના શરીરમાંથી જન્મેલ રાહુ કેતુ કોઈની કુંડળીમાં બેસી જાય તો અશુભ પરિણામ મળવા લાગે છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પર રાહુની નજર પડે તો તેની આર્થિક અને સામાજિક સ્થિતિ બરબાદ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં રાહુને હિરણ્યકશિપુ રાક્ષસની પુત્રી સિંહિકાનો પુત્ર કહેવામાં આવ્યા છે.રાહુ એ રહસ્યમય ગ્રહ છે જેના લક્ષણો કુંડળીમાં આવતાની સાથે જ દેખાવા લાગે છે. રાહુ વ્યક્તિના મન અને જીભ પર વિશેષ અસર કરે છે.જો રાહુ કુંડળીમાં હાવી થઇ જાય હોય તો આ લક્ષણો જોવા મળે છે…
મનમાં ભ્રમ પેદા થાય છે જેથી વ્યક્તિ પોતાનું જ ખરાબ કરી બેસે છે.ખોટી વાતો સાંભળવા લાગે અને સાચી વાતો અવગણવા લાગે.જીભ પરનો કાબૂ ગુમાવવો, આ કારણે સામાજિક સંબંધો બગડે છે.ભૂતકાળ વિશે રડવું અને આવતીકાલ વિશે મોટા સપના જોવું.
કંઈ ન થઈ રહ્યું હોય ત્યારે પણ આશંકા, ભય, બેચેનીનો શિકાર બનવું એ પણ ખરાબ રાહુ ના લક્ષણો છે.
આ ઉપરાંત રાત્રે ઘણા સપના જોવા.કોઈપણ નિર્ણય લેવામાં નિષ્ફળતા, વારંવાર નિર્ણય બદલવો.બીજા પર વિશ્વાસ ન કરવો, તેનાથી સામાજિક સંબંધો પણ બગડે છેછેતરપિંડી, અપ્રમાણિકતાના વિચારો આવવા,વારંવાર માથામાં ઇજાઓ થવી.રાહુનો વાસ હોય તેવા સ્થળો, માંસ અને માછલીનું વેચાણ થતું હોય તેવા સ્થળોની વારંવાર મુલાકાત.ખોટા નિર્ણયોથી આવકમાં નુકસાન, ધંધામાં નુકસાન વગેરે રાહુ ના લક્ષણો છે.