GujaratRajkotSaurashtra

રાજકોટમાં GSPC ની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફૂટતા એકનું કરુણ મોત, બે મહિલા ઈજાગ્રસ્ત

રાજકોટમાં ફાયરનો બાટલો ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પાસે આવેલ GSPC ની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટ્યો છે. જેના લીધે ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્યારે આ બ્લાસ્ટમાં દુકાનમાં રહેલ એક કર્મચારીનું મોત નીપજ્યું છે. જ્યારે બે મહિલા ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત મહિલાઓમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી છે.

જ્યારે ઘટના જાણ થતા ફાયરની ટીમો ત્યાં દોડી આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ દુકાનમાં કામ કરનાર મહેશભાઇનું આ દૂર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. આ મામલામાં દુકાન માલિક દ્વારા કહેવામાં આવ્યું છે કે, અહીં ફાયરના બોટલોનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમની અહીં 24 વર્ષથી દુકાન રહેલ છે.

નોંધનીય છે કે, આ દુર્ઘટના થઈ ત્યારે દુકાનમાં ત્રણ લોકો જ હાજર હતા. સર્કલ ફ્રેક્ચર થતાં મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું હતું. તેમ છતાં બે યુવતીના જીવ બચી ગયા છે પરંતુ તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ દૂર્ઘટના થતા જ આજુબાજુ રહેનાર લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. તાત્કાલિક તેમને ફાયર ટીમને ફોન કરી બોલાવી લીધી હતી. જયારે પોલીસની ટીમ અહીં પહોંચી આ મામલામાં તપાસમાં જોડાઈ ગઈ છે.