GujaratRajkotSaurashtraSouth GujaratSurat

સુરતમાં દીકરી ની હત્યા બાદ રાજકોટમાં કપલ બોક્સ બંધ કરાવવા ઉઠી માંગ

સુરતમાં ગ્રીષ્માનો હત્યારો ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ શહેરમાં પણ ચાલી રહેલ કપલ્સબોક્સને બંધ કરાવવાની માંગ ઉઠી છે. રાજકોટ શહેરમાં પણ અનેક કપલ બોક્સ છડેચોક ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં આવેલ આત્મીય કોલેજની સામેની બાજુ અને મામલતદાર કચેરીની પાછળની બાજુના ભાગમાં, કેકેવી હોલ ની પાછળની બાજુના ભાગમાં, કોટેચા ચોક નજીક, યુનિવર્સિટી રોડ પર, ચૌધરી હાઇસ્કુલ નજીક, ઢેબર રોડ વન વે સહિત અનેક વિસ્તારોમાં કપલ બોક્સ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં 20 થી પણ વધુ કપલ બોક્સ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે પત્રકારો દ્વારા સેન્ટ મેરી શાળાની સામેની બાજુ કેકેવી હોલની પાછળ આવેલ એનીટાઈમ આઇસક્રીમ પાર્લરન નામે કપલ બોક્સ ચાલતું હોવાનું સામે આવ્યુ છે. પત્રકારો જ્યારે આ એનીટાઈમ આઇસક્રીમ પાર્લરનું ઇન્વેસ્ટિગેશન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં બેડ, ઓશિકા,ગાદલા તેમજ ટેબલ ફેન સહિતની અનેક વ્યવસ્થા ગોઠવાયેલી જોવા મળી હતી. જો કે આ આઈસ્ક્રીમ લરલરના ફ્રિજમાં એક પણ આઈસ્ક્રીમ ન હતો.

પત્રકારો દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આઈસ્ક્રીમ શોપના નામે ચાલી રહેલ કપલ બોક્સમાં ઘણા કપલ એક પછી એક ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે સંચાલક ને સવાલ કરવામાં આવતા તેઓ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ આઈસ્ક્રીમ પાર્લરના નામે ગેર કાયદે કપલ બોક્સ ચલાવે છે તેવું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમ દ્વારા ટૂંક જ સમયમાં શહેરમાં આવેલા કપલ બોક્સ પર તવાઈ હાથ ધરવામાં આવશે. ત્યારે સવાલ થાય છે કે સમાચારોમાં અહેવાલ આવ્યા બાદ બાદ જ રાજકોટ શહેર પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધી આ અંગે કોઈ કાર્યવાહી કેમ ના કરવામાં આવી.