GujaratRajkotSaurashtra

રાજકોટ: રીબડા SGVP માં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી સમયે 10માં ધોરણના વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત

રાજકોટ પાસે રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગુરુકુળમાં ધો. 10 માં અભ્યાસ કરનાર ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઇક નું સ્ટેન્ડ મુકવા જઈ રહ્યો તો તે સમયે તેને હાર્ટ એટેક આવી ગયો હતો. તેના લીધે તે જમીન પર ઢળી પડ્યો હતો. તેના લીધે ગુરુકુળમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. દેવાંશ ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દેવાંશને સારવાર મળે તે પહેલા ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.દેવાંશ નું હાર્ટ-એટેકથી મોત થયાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નોંધનીય છે કે, આજે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુકુળમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેના લીધે દેવાંશ અન્ય બે મિત્રો સાથે મળી પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન દેવાંશને છાતીમાં દુખતા તે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ પરિવારના એકના એક દીકરા નું કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, દેવાંશ વીંટુભાઈ ભાયાણી આજ સવારના તેમના સાથી વિદ્યાર્થી મિત્રો સાથે મળી ગુરુપૂર્ણિમા કાર્યક્રમની તૈયારીઓમાં લાગેલો હતો. તે સમયે દેવાંશે ત્રણ મિત્ર સાથે મળી સ્ટેજ પર પોડિયમ લગાવી રહ્યો હતો અને અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેના લીધે તે જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ દેવાંશનું કરૂણ મોત નીપજ્યું હતું. આ કારણોસર પરિવારે એકના એક દીકરાને ગુમાવી દીધો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ દ્વારા દેવાંશના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરુ કરી હતી.