GujaratRajkotSaurashtra

રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલના બેભાન થવાની ઘટનાને લઈને સામે આવી મોટી જાણકારી…

રાજકોટમાં એક ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થા મળી આવી હોવાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ તેને લઈને અનેક તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ આ મહિલાના બેભાન અવસ્થામાં કેમ મળી આવી તેને લઈને જાણકારી સામે આવી છે.નોંધનીય છે કે, રાજકોટ શહેરના રામનાથપરા રહેનાર અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવનાર કોન્સ્ટેબલ રાશીદ બસીર શેખના કવાર્ટર માંથી એક મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળી આવતા હાહાકાર સર્જાયો હતો. આ બાબતમાં પોલીસ દ્વારા છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ બાબતમાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ મુજબ જાણકારી સામે આવી છે કે, રાશિદ બસીર શેખ નામના વ્યક્તિ દ્વારા મહિલા કોન્સ્ટેબલ નો ફોન નંબર પ્રાપ્ત કરી તેને અવારનવાર ફોન કરીને હેરાન કરતો રહેતો હતો. આ સિવાય તે કહેતો હતો કે, જો તું મારું કહ્યું કરીશ નહીં તો તને સમાજ અને પોલીસ શાખામાં બદનામ કરી નાખીશ તેવી ધમકી આપીને સતત મહિલા પર ટોચર કરી રહ્યો હતો. મહિલા કોન્સ્ટેબલની ઇચ્છા વિરુદ્ધ સતત તેને મળવાનો પ્રયત્ન પણ કરતો રહેતો હતો.

તેની સાથે એ પણ જાણકારી સામે આવી છે કે, રાશિદ અને મહિલા એક જ પોલીસ સ્ટેશનમા હોવાના લીધે તે એક બીજાના જાણતા થયા હતા. ત્યાર બાદ રાશિદ અવારનવાર તેને ડ્યુટી દરમિયાન મળવાનો અને વાતો કરવાનો પ્રયત્ન કરતો રહેતો હતો. તેમ છતાં અત્યારે આ મહિલાને ગળે ટુંપો આપીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા નો પ્રયાસ કર્યો છે તેને લઈને સવાલો ઉભા થયા છે. જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.