GujaratRajkotSaurashtra

રાજકોટ: લગ્નના ચાર મહિનામાં જ પતિએ કરી પત્નીની હત્યા, કારણ હતું આવું

પતિ-પત્ની વચ્ચેનો સંબંધમાં વિશ્વાસ ખુબજ મહત્વનો હોય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં બંને વચ્ચે જો અવિશ્વાસની કે શંકાની લાગણી ઉદભવે તો તેનું ખૂબ જ ગંભીર પરીણામ આવી શકે છે. રાજકોટ જીલ્લાના જસદણમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પતિને શંકા હતી કે તેની પત્નીને બીજા કોઈ વ્યક્તિ સાથે આડા સબંધ છે. અને આ શંકાને પગલે પતિએ તેની પત્નીની હત્યા કરી હતી.અને એટલુંજ નહીં હત્યા કરીને પોતે પોલીસ સ્ટેશનમાં જાતે જ હાજર થઇ ગયો અને પોલિસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આ મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ જીલ્લાના જસદણમાં રહેતા એહમદશા અને તેની પત્ની આશિયાના લગ્ન ચાર મહિના પહેલા જ થયા હતા. એહમદશાની પત્ની આશિયા મૂળ ભાવનગરની રહેવાસી છે. એહમદશા અને આશિયા લગ્ન બાદ એક બીજાને સારી રીતે જાણે એ પહેલા તો એહમદશાએ પત્ની આશિયાની હત્યા કરી દીધી હતી. આ અંગે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું હતું કે, બંને પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ઝગડા ચાલી રહ્યા હતા.

તે ઝગડાનું મૂળ કારણ એહમદશાના મનમાં રહેલી શંકા હતી. એહમદશાને શંકા હતી કે તેની પત્ની આશીયાને બીજા કોઈ પુરુષ સાથે આડા સબંધ છે. ત્યારે આ વાતને લઈને ગત મંગળવારના રોજ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને ત્યારબાદ ગુસ્સામાં આવીને એહમદશાએ તેની પત્ની આશિયાનું ગળું દબાવીને હત્યા કરી હતી.

તમને જણાવી દઈએ કે, એહમદશા પઠાણે માત્ર શંકાના આધારે પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બની ત્યારે એહમદશાના માતા-પિતા ઘરની બહાર સુતા હતા. ત્યારે એહમદશાએ દરવાજો ખોલીને પોતાના માતા-પિતાને જણાવ્યું કે તેણે પોતાની પત્નીની હત્યા કરી છે. અને ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં જાતે જ હાજર થઈ ગયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે બંને પતિ-પત્નીના ફોન જપ્ત કરી લીધા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.