GujaratRajkotSaurashtra

રાજકોટ પોલીસ કમિશનના કાંડને લઈને આવ્યા મોટા સમાચાર, વધુ બે ફરિયાદ દાખલ કરવામાં આવી…

પોલીસ કમિશનરના કમીશનનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બનેલ છે. જેના લીધે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલામાં રાજકોટથી તેને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ મુદ્દામાં વધુ એક ફરિયાદ સામે આવી છે. આ ફરિયાદમાં તેમને ક્રાઈમ બ્રાન્ચ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, તેમને અમને માર મારવાની સાથે કોરા ચેક પર સાઈન કરાવી પડાવી લીધા હતા.

જ્યારે આ મામલામાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘મારી પાસેથી 3 લાખ 80 હજાર કોઈ માંગી રહ્યું નથી પરંતુ તેમ છતાં મને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉપાડી લેવામાં આવ્યો હતો અને માર મારવાની સાથે મારી પાસે ચેક પર સાઈન કરી પડાવી લીધા હતા.
તાજેતરની જાણકારી અનુસાર, રાજકોટમાં પોલીસ કમિશન મુદ્દામાં વધુ બે ખુલાસોઓ સામે આવ્યા છે. આ કેસમાં વધુ બે ફરિયાદીઓની ફરિયાદ સામે આવી છે. આ બાબતમાં જાણકારી સામે આવી છે કે, ટીમબરના વેપારી રાજેન્દ્ર ભાઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગેરકાયદેસર ઉઠાવી લેવામાં આવ્યા હતા.

તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને માર મારવાની સાથે કોરા ચેક પર સાઈન કરાવી પડાવી લેવામાં આવ્યા હતા. ફરીયાદી પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, જે કાર્યવાહી કોર્ટમાં થઈ શકે છે તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવાલો લેવામાં આવ્યો હતો. જ્યારે બીજા કેસમાં 5 લાખની ઉઘરાણી બાબતમાં પોલીસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતમાં અર્જુન શરફી મંડળીમાંથી 5 લાખની લોન લેનાર હિતેશભાઈ પરંભરને પોલીસ દ્વારા તેને ઉઠાવીને માર મારવામાં આવ્યો હતો તે પણ જાણકારી સામે આવી છે. આ ફરિયાદ પતાવવા માટે તેની પાસેથી 5 લાખના 11.5 લાખ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા.